UPA સરકારના આર્થિક ગેરવહીવટ પર મોદી સરકાર લાવશે ‘વ્હાઈટ પેપર’, સંસદનું સત્ર એક દિવસ લંબાવ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શુક્રવાર 9 ફેબ્રુઆરી 2024 સુધી ચાલવાનું હતું. જો કે હવે આ સત્ર એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. સંસદનું વર્તમાન સત્ર 10 ફેબ્રુઆરી શનિવારના રોજ સમાપ્ત થશે. આ સત્રના અંતિમ દિવસે મોદી સરકારે કોંગ્રેસ અને તેના સહયોગી દળો પર મોટો હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. મળતી માહિતી મુજબ કેન્દ્રની મોદી સરકાર 10 ફેબ્રુઆરી શનિવારના રોજ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ ગઠબંધન સરકારના આર્થિક ગેરવહીવટ પર સંસદમાં શ્વેતપત્ર લાવવા જઈ રહી છે.

મોદી સરકારના ‘વ્હાઈટ પેપર’માં શું હશે?

મોદી સરકાર શનિવારે સંસદના વર્તમાન સત્રમાં યુપીએ સરકારના આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર લાવશે. આ જ કારણસર સંસદનું સત્ર પણ એક દિવસ લંબાવવામાં આવ્યું છે. ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શ્વેતપત્રમાં ભારતની આર્થિક દુર્દશા અને અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસરોને UPA સરકાર દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર દ્વારા વિગતવાર સમજાવવામાં આવશે. તે જ સમયે, તે સમયે લેવામાં આવતા સકારાત્મક પગલાઓની અસર વિશે પણ વાત કરશે.

યુપીએ 2004 થી 2014 સુધી શાસન કર્યું

2004 અને 2009માં લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન યુપીએએ દેશમાં સરકાર બનાવી હતી. જો કે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારને અનેક કૌભાંડોના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પરથી હટાવી દીધી હતી.

લોકસભા પહેલા રાહુલ ગાંધીની હુંકાર… કહ્યું- ‘ કોંગ્રેસની ગેરંટી છે અનામતની 50 ટકાની મર્યાદાને ઉખાડી નાખીશું’

આ મહંતે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત, કહ્યું- હું રાયબરેલીથી ઉમેદવારી નોંધાવીશ, જાણો કારણ

ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આગામી ત્રણ દિવસ બાદ ફરી વધશે ઠંડી, જાણો ઉનાળાના એંધાણ ક્યારે?

‘વ્હાઈટ પેપર’ શું છે અને તેને સંસદમાં કેવી રીતે લાવવામાં આવે છે?

બ્રિટનમાં 99 વર્ષ પહેલા 1922માં શ્વેતપત્રની શરૂઆત થઈ હતી. તે કોઈ વિષય અથવા સર્વે/અભ્યાસના પરિણામો વિશે શું જાણીતું છે તેનો સારાંશ છે. શ્વેત પત્ર કોઈપણ વિષય વિશે હોઈ શકે છે જેમાં તે વિષયને લગતા તમામ પાસાઓનું હકીકત મુજબ વર્ણન કરવામાં આવ્યું છે. શ્વેતપત્ર માત્ર સંસદમાં જ નહીં પરંતુ કંપનીઓ પણ લાવી શકે છે. અગાઉની સરકારો પણ ઘણી વખત સંસદમાં શ્વેતપત્ર લાવી ચૂકી છે.


Share this Article