Paytm બરાબરનું ભીંસમાં: સમય ઓછો, કામ વધુ, ઉપરથી RBIનો ડર, હવે આ 2 બેંકો સાથે હાથ મિલાવવાની તૈયારી

Desk Editor
By Desk Editor
Share this Article

Paytm News: ભારતીય રિઝર્વ બેંકની કડક કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક તેના પ્રયાસોમાં વ્યસ્ત. જો કે, તેના વપરાશકર્તાઓના એકાઉન્ટને વૈકલ્પિક બેંકોમાં ટ્રાન્સફર કરવામાં લગભગ 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી હતી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને 15 માર્ચ સુધી તેના વ્યવહારો અને ડિપોઝિટ બંધ કરવા માટે સમયગાળો આપ્યો છે.

આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ એક રિપોર્ટમાં જણાવ્યું કે તમામ હાલના Paytm ગ્રાહકોના એકાઉન્ટને અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગી શકે. જો કે, આ સમયગાળો RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક માટે વ્યવહારો રોકવા માટે નિર્ધારિત સમય મર્યાદા કરતાં ઘણો વધારે છે.

પેટીએમ એનપીસીઆઈના સંપર્કમાં છે

સૂત્રોમાં જાણવા મળ્યુ કે Paytm વર્તમાન સંકટ વચ્ચે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર  લાઇસન્સ માટે અરજી કરવા માંગે છે. આ લાયસન્સ મળવાથી Paytm એ સુનિશ્ચિત કરી શકશે કે ગ્રાહકો એપ દ્વારા UPI પેમેન્ટ કરી શકશે.

એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે…

બિઝનેસ સ્ટાન્ડર્ડે જણાવ્યું હતું કે, “આ સમગ્ર પ્રક્રિયા વિશે આરબીઆઈ કેવી રીતે વિચારે છે તેના પર નિર્ભર છે. આ પરિવર્તન રાતોરાત કે થોડા દિવસોમાં થતું નથી. “બધા Paytm ગ્રાહકોને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર માં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે, કારણ કે Paytm પાસે મોટી સંખ્યામાં ગ્રાહકો છે.”

શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ

ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું

સૂત્રોએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, Paytm, તે દરમિયાન, તેની UPI ચૂકવણી માટે HDFC બેન્ક, એક્સિસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી માટે વાટાઘાટ કરી રહી છે. જો કે, RBI દ્વારા હજુ સુધી Paytm પેમેન્ટ્સ બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી.


Share this Article