PM Kisan Samman Yojana : હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે સંસદીય પેનલે સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવાનું સૂચન કર્યું છે. કૃષિ અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ ચરણજીત સિંહ ચન્નીના વડપણ હેઠળની સ્થાયી સમિતિએ પોતાની ભલામણો સરકારને સુપરત કરી દીધી છે.
પીએમ કિસાન ફંડ વધારીને 12,000 રૂપિયા કરવામાં આવશે
મંગળવાર, 17 ડિસેમ્બર 2024 ના રોજ, ચરણજીત સિંહ ચન્નીએ લોકસભામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંબંધિત 18 મી લોકસભાની ગ્રાન્ટની પ્રથમ માંગ રજૂ કરી હતી. આ રિપોર્ટમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદાને બમણી કરવાની ભલામણ કરી છે. “સમિતિ ભલામણ કરે છે કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ આપવામાં આવતી રકમની મર્યાદા વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવામાં આવે.
Badshah:બાદશાહ પોતાના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા ભરવો પડ્યો દંડ, જાણો સમગ્ર મામલો
ગુજરાત પોલીસે AAP ધારાસભ્ય ચૈત્રા વસાવાની અટકાયત કરી, સરેન્ડર કરવા જઈ રહ્યા હતા
સોના-ચાંદીમાં મોટો ઘડાટો, જ્વેલરી ખરીદવી એકદમ સસ્તી થઈ, જાણી લો એક તોલાના નવા ભાવ
બજેટમાં ખેડૂતોને મળશે ભેટ!
આ પહેલીવાર નથી જ્યારે સરકારને પીએમ કિસાન ફંડ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વધારવાનું કહેવામાં આવ્યું હોય. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના પ્રતિનિધિઓએ પણ બજેટ પહેલાની બેઠકમાં નાણામંત્રી સમક્ષ આ માંગ કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવેલી રકમની મર્યાદાની જાહેરાત બજેટમાં કરવામાં આવી શકે છે.