Farmers Protest: ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ ઘણા મેટ્રો સ્ટેશનોના દરવાજા બંધ કરી દીધા છે. ડીએમઆરસીએ કહ્યું કે સુરક્ષા સૂચનાઓ અનુસાર, કેન્દ્રીય સચિવાલય, રાજીવ ચોક, ઉદ્યોગ ભવન, પટેલ ચોક, મંડી હાઉસ, બારાખંબા રોડ, જનપથ, ખાન માર્કેટ અને લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનના કેટલાક દરવાજા કરી દેવામાં આવ્યા છે.. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય સચિવાલય અને પટેલ ચોક મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
Service Update
A few gates may be closed in following stations as per security instructions. However, stations are operational.
1. Central Secretariat
2. Rajiv Chowk
3. Udyog Bhawan
4. Patel Chowk
5. Mandi House
6. Barakhamba Road
7. Janpath
8. Khan Market
9. Lok Kalyan Marg
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) February 13, 2024
લાલ કિલ્લા તરફ જતા બંને રસ્તા બંધ
ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ પર છે. તાજેતરના કિસ્સામાં, સુરક્ષા કારણોસર, લાલ કિલ્લા તરફ જતા બંને રસ્તાઓને બેરિકેડિંગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમજ સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.
નોઈડા ડીએનડીથી દિલ્હી આવતા રૂટ પર જામ
ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી પોલીસ દ્વારા DND ફ્લાયવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે રોડ પર જામની સ્થિતિ સર્જાઈ છે. વાહનો ક્રોલ કરતા જોવા મળે છે.