BREAKING: પંજાબમાં પોલીસ સ્ટેશન પર થયેલા ભયંકર રોકેટ હુમલામાં ઘટસ્ફોટ, માન-કેજરીવાલ રાજનીતિમાં વ્યસ્ત અને આંતકીઓ ખેલ પાડી ગયાં

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

પંજાબના તરનતારનમાં સરહાલી પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલા આરપીજી (રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ) હુમલા પાછળ ખાલિસ્તાન તરફી આતંકવાદીઓનો હાથ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કહેવા પર ખાલિસ્તાન તરફી આતંકવાદીઓએ પંજાબમાં સક્રિય તેમના સ્લીપર સેલ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે. આ હુમલો સરહાલીમાં કરવામાં આવ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં કુખ્યાત ગેંગસ્ટર હરવિંદર સિંહ ઉર્ફે રિંડાનું પૈતૃક ઘર છે. જો કે સુત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે રિંડાનું મોત પાકિસ્તાનમાં જ થયું હતું. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI રિંડાના આતંકને જાળવી રાખવા માંગે છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે આ હુમલો પ્રતીકાત્મક રીતે કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, કુખ્યાત આતંકવાદી રિંડા ખાલિસ્તાન સમર્થક હતો. તેથી તેનો ડર જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોહાલીમાં પણ હુમલો થયો હતો

આ પહેલા મોહાલીમાં પંજાબની ઈન્ટેલિજન્સ ઓફિસ પર પણ RPG હુમલો થયો હતો. હવે એ જ અરસામાં તરનતારનના સરહાલીમાં પણ હુમલો થયો છે. હુમલા બાદ પંજાબની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પંજાબના ડીજીપી સરહાલી જવા રવાના થઈ ગયા છે. આ હુમલા બાદ બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ પંજાબની ભગવંત માન સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તરનતારનમાં અમૃતસર-ભટિંડા હાઈવે પર સ્થિત સરહાલીના પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના આદેશ પર ભગવંત માન ગુજરાત અને દિલ્હીમાં વ્યસ્ત છે. એ પણ કહ્યું કે સરકાર પંજાબમાં શાંતિ અને સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરે તેવી અપેક્ષા છે.

ગુપ્તચર એજન્સીઓએ પુષ્ટિ કરી છે

ગુપ્તચર એજન્સીઓએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. એવી પણ આશંકા છે કે સીધો ફટકો ન મળવાને કારણે તેની અસર ઓછી થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતે મોહાલીમાં પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસમાં હુમલો થયો હતો, આ હુમલો પણ તેવો જ છે.


Share this Article