પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ યોજાવાની છે. તે પહેલા અમૃતસર સહિત તમામ વીઆઈપી સીટો પર રાજકીય પારો ગરમાયો છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધી આજે હોશિયારપુરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુનીલ જાખડ સહિત પંજાબ પ્રદેશ કોંગ્રેસ (પીસીસી)ના ઘણા નેતાઓ ત્યાં હાજર હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમએ બધાના બેંક ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા આપવાની સાથે બે કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું શું થયું? પૂર્વ પીસીસી ચીફ સુનિલ જાખડે પણ આ જ રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ રેલી માટે સીએમ ચરણજીત સિંહ ચન્નીને હોશિયારપુર આવવાનું હતું. પરંતુ ચૂંટણી પંચે તેમને અહીં આવવાની પરવાનગી આપી ન હતી.
જાખરે એમ પણ કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા જ્યારે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પંજાબ આવવાના હતા ત્યારે તેમને ફિરોઝપુર આવવા દેવામાં આવ્યા નથી. તેનો જીવ જાેખમમાં હતો. આજે અમારા સીએમ ચન્નીને આવવા દેવામાં આવ્યા ન હતા. શું પીએમ મોદી આના પર થોડો પ્રકાશ પાડશે?