Indian Railways News: ભારતીય રેલવે દ્વારા દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રેલવે સતત કામ કરે છે. વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી પ્રેરિત અમૃત ભારત એક્સપ્રેસને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આ શ્રેણીમાં ભારતીય રેલવેએ હવે 50 અમૃત ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ “x” પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
સોમવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે અમૃત ભારત ટ્રેનને મોટી સફળતા મળી છે. જેના કારણે 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રેલ્વે મંત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. વચગાળાના બજેટ પહેલા અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દર વર્ષે 300 થી 400 અમૃત ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે. હવે આ મોટી જાહેરાત સાથે તેના પર મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે દેશની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર, 2023ના રોજ કર્યું હતું.
અમૃત ભારત આધુનિક સુવિધાઓથી સજ્જ
યાત્રીઓ ઓછા ભાડામાં અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સારી મુસાફરી કરી શકશે. દે ભારત જેવી ડિઝાઇન કરાયેલ અમૃત ભારત, પુલ-પુશ ટ્રેન છે. તેમાં આગળ અને પાછળ બે એન્જિન છે. જેના કારણે તે સરળતાથી હાઈ સ્પીડ હાંસલ કરી લે છે. તેમજ ઓછા આંચકા પણ છે. જેના કારણે જ્યાં પણ વળાંક કે પુલ હશે ત્યાં ઘણો સમય બચશે. તેની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે. પુશપુલ ટેક્નોલોજી એટલે કે આ ટ્રેનમાં બે એન્જિન છે, એક આગળ અને બીજું પાછળ.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો નવ આગાહી
આગળનું એન્જિન વાહનને ખેંચવાનું કામ કરશે જ્યારે બીજું એન્જિન તેને ધકેલશે. તેનું ઈન્ટીરીયર પણ સંપૂર્ણપણે નવું છે. અમૃત ભારત નોન-એસી ટ્રેન છે જ્યારે વંદે ભારત એસી ટ્રેન છે. અમૃત ભારત પાસે સ્લીપર કોચ છે જ્યારે વંદે ભારત બેઠક ટ્રેન છે. ટ્રેનમાં સામાનની પૂરતી જગ્યા છે અને સીટો આરામદાયક છે.