RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે લોકોને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબંધિત ભ્રામક જાહેરાતો સામે ચેતવણી આપી હતી. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર નકલી જાહેરાતો આપીને લોન લેનારને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે લોન માફીની ઓફર કરીને ઋણધારકોને લલચાવતી કેટલીક ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે.
આ સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ઘણા અભિયાનોને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. આવી સંસ્થાઓ કોઈપણ સત્તા વિના “લોન માફી પ્રમાણપત્રો” જાહેર કરવા માટે સેવા અથવા કાનૂની ફી વસૂલતી હોવાના અહેવાલો પણ છે.
RBIએ સામાન્ય લોકોને ચેતવણી આપી હતી કે, આવી સંસ્થાઓ સાથે જોડાણ કરવાથી સીધું નાણાકીય નુકસાન થઈ શકે છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, જનતાને સાવધાન કરવામાં આવે છે કે, તેઓ આવા ખોટા અને ભ્રામક અભિયાનોનો ભોગ ન બને અને આવી ઘટનાઓની જાણ કાયદા અમલીકરણ એજન્સીઓને કરે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, કેટલીક જગ્યાએ, કેટલાક લોકો દ્વારા લોન માફીની ઓફર સાથે સંબંધિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે તેમના અધિકારોને લાગુ કરવામાં બેંકોના પ્રયત્નોને નબળા પાડે છે.
RBI Cautions against unauthorised campaigns on Loan waiverhttps://t.co/OJIq2TCm2A
— ReserveBankOfIndia (@RBI) December 11, 2023
તથા આવી સંસ્થાઓ ખોટી રજૂઆત કરી રહી છે કે, બેંકો સહિત નાણાકીય સંસ્થાઓના લેણાં ચૂકવવાની જરૂર નથી. આવી પ્રવૃત્તિઓ નાણાકીય સંસ્થાઓની સ્થિરતા અને સૌથી અગત્યનું થાપણદારોના હિતને નબળી પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સોમવારે જાહેર કરાયેલ ફુગાવાની સંભાવનાઓ પરના દ્વિમાસિક સર્વેક્ષણ અનુસાર દેશના મોટા ભાગના પરિવારો આગામી ત્રણ મહિના અને એક વર્ષમાં વધુ ફુગાવાની અપેક્ષા રાખે છે. 19 મોટા શહેરોમાં કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા વર્ષમાં લોકો ભાવમાં થોડો વધારો અને ફુગાવાના દબાણની અપેક્ષા રાખે છે.
ભાજપે ફોટોશૂટમાં જ આપી હતી હિંટ, હવે મધ્યપ્રદેશમાં ‘મામા’ નહીં ‘મોહન’ રાજ
કોણ છે મોહન યાદવ? મધ્યપ્રદેશના નવા CM બનશે, ભાજપ પોતાના નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા
આ સાથે આગામી ત્રણ મહિનામાં કિંમતો અને મોંઘવારી સંબંધિત ડર ખાદ્ય ઉત્પાદનો અને સેવાઓમાં વધુ જોવા મળે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષ માટે આ આશંકા ખાદ્ય ઉત્પાદનો અને હાઉસિંગ સેક્ટરમાં વધુ છે. ઉપરાંત સર્વેમાં જણાવાયું છે કે વર્તમાન ફુગાવા અંગે પરિવારોની ધારણા નવેમ્બરમાં અગાઉના સર્વે કરતાં 20 બેસિસ પોઈન્ટ્સ (bps) ઘટીને 8.2 ટકા થઈ ગઈ છે.