Mohan Yadav Biography: CMના નામની પસંદગી માટે સોમવારે મધ્યપ્રદેશમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યોએ મોહન યાદવના નામને મંજૂરી આપી દીધી છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. તેઓ શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
શિવરાજના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા
જ્યારે ધારાસભ્ય દળની બેઠકમાં ડૉ.મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ સ્ટેજ પર પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા અને શિવરાજ સિંહે તેમના માથા પર હાથ રાખીને સ્નેહથી આશીર્વાદ આપ્યા હતા.
મોહન યાદવ મધ્યપ્રદેશમાં ભાજપનો મોટો OBC ચહેરો છે. તેમના નામની જાહેરાત કદાચ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. મોહન યાદવની શૈક્ષણિક લાયકાત પીએચડી છે. તેમને 2020માં શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ 2023 સુધી આ પદ પર રહ્યા હતા.
અત્યાર સુધીની રાજકીય કારકિર્દી
58 વર્ષીય મોહન યાદવની રાજકીય કારકિર્દી 1984માં શરૂ થઈ હતી જ્યારે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેઓ આરએસએસના સભ્ય પણ છે. તેઓ 2013માં ઉજ્જૈન દક્ષિણથી ચૂંટણી લડ્યા હતા અને સતત ત્રીજી ચૂંટણીમાં અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા હતા. મોહન યાદવને 95699 વોટ મળ્યા.
મેચ રમવા જાય એટલે પહેલા બોલે જ આઉટ.. આ ત્રણ ક્રિકેટર્સનો 0 રન સાથે સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ
ડો.મોહન યાદવ ભાજપના અનુભવી નેતા
મોહન યાદવના નામની જાહેરાત ઉજ્જૈનના લોકો માટે આશ્ચર્યથી ઓછી નથી કારણ કે તેમનું નામ સીએમ પદની રેસમાં ક્યાંય નહોતું, પરંતુ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ 2004 થી 2010 સુધી ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન રહ્યા છે જ્યારે તેમણે 2011 થી 2013 સુધી એમપી સ્ટેટ ટુરીઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનની જવાબદારી નિભાવી છે.