દેશમાં ધમકીભર્યા કોલ અને ઇ-મેઇલની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઇ રહી. એરલાઇન્સ અને સ્કૂલો બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. આ મેલમાં ભારતીય રિઝર્વ બેંકને વિસ્ફોટકો ઉડાવવાની ધમકી આપવામાં આવી છે.
રશિયન ભાષામાં આ ઈ-મેલ આરબીઆઈ ગવર્નરના મેઈલ આઈડી પર આવ્યો છે. આ મેલ આવ્યા બાદ મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ છે, અને પોલીસે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં મેઇલ મોકલનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તપાસ ચાલી રહી છે.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
આ પહેલા નવેમ્બરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગ્રાહક સેવા વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ સવારે લગભગ 10 વાગ્યે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો. ફોન કરનારે ફોન મૂકીને કહ્યું કે પાછળનો રસ્તો બંધ કરી દેવો જોઈએ, ઈલેક્ટ્રિક કાર તૂટી ગઈ છે. અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ માતા રમાબાઈ માર્ગ (એમઆરએ માર્ગ) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.