Business News: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સોમવારે છેલ્લા નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. RILએ કહ્યું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 18951 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 11 ટકા વધીને રૂ. 2.40 લાખ કરોડ થઈ છે. રિલાયન્સનો નફો ત્રિમાસિક ધોરણે ઘટ્યો છે. RILએ ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 19299 કરોડનો નફો નોંધાવ્યો હતો.
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેર દીઠ 10 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. સોમવારે BSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર લગભગ રૂ. 2960 પર બંધ રહ્યો હતો.