પ્રેમના કારણે સીમા હૈદર તેના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવેલી સીમાને લગભગ 6 મહિના વીતી ગયા છે. તેણીએ નોઈડાના રબુપુરામાં તેના બોયફ્રેન્ડ સચિન સાથે લગ્ન કર્યા છે, પરંતુ હજુ સુધી તેને ભારતીય નાગરિકતા મળી નથી. હવે સીમાની નાગરિકતા અંગે તેના વકીલ એપી સિંહે કહ્યું કે, તેને નાગરિકતા મેળવવામાં કેમ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
સીમા ભાભીની પ્રેમ કહાની
સીમા હૈદર અને સચિન મીના, જેઓ મોબાઈલ ગેમ PUBG થી પ્રેમમાં પડ્યા હતા, તેઓ પરિણીત છે અને નોઈડાના રબુપુરામાં રહે છે. સીમા-સચિન પરિણીત છે, પરંતુ તેઓ હજુ સુધી ભારતીય નાગરિકતા મેળવી શક્યા નથી. આ અંગે તેમના એડવોકેટ એપી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સીમાને ભારતીય નાગરિકતા આપવા માટે પાકિસ્તાનમાં તેના કેટલાક દસ્તાવેજોની ચકાસણી કરવી પડે છે, પરંતુ પાકિસ્તાનમાં તેનો પહેલો પતિ ગુલામ હૈદર અવરોધ બની રહ્યો છે.
સીમાને નાગરિકતા મળવામાં વિલંબ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વકીલ એપી સિંહે કહ્યું કે, ગુલામ હૈદર સીમા સાથે પોતાના લગ્ન બચાવવા માટે રાજકીય શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે. વકીલનું કહેવું છે કે હવે તે આ સમસ્યાને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં અપીલ કરશે. વકીલે કહ્યું કે સીમાને આપવામાં આવેલા તમામ દસ્તાવેજો સાચા છે, પરંતુ પાકિસ્તાની ઓથોરિટી તેમની તપાસ કરવામાં અને મોકલવામાં વિલંબ કરી રહી છે.
રાજકારણમાં પ્રવેશવાની અટકળો
24 વર્ષના ભાવનગરના સેનના જવાને કરી આત્મહત્યા, અગમ્ય કારણોસર પોતાના જ ઘરે ગળે ફાંસો ખાધો..
15 ડિસેમ્બર 2024 સુધી આધાર કાર્ડ અપડેટ કરાવો એકદમ ફ્રી, જાણો અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા
નોંધનીય છે કે ભારતીય નાગરિકતા મળ્યા બાદ સીમા હૈદર રાજકારણમાં પ્રવેશ કરશે તેવી અટકળો ચાલી રહી છે. તાજેતરમાં જ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય પ્રવક્તા કિશોર માસૂમે સીમાને પાર્ટીમાં સામેલ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો સીમા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળે અને તેને ભારતીય નાગરિકતા મળી જાય તો તેને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ઉત્તર પ્રદેશ મહિલા વિંગની અધ્યક્ષ બનાવી શકાય છે.