આધાર કાર્ડ બાબતે UIDAIએ મોટો નિર્ણય કર્યો છે. મફત આધાર કાર્ડ અપડેટ કરવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. 14 માર્ચ 2024 સુધી ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશે. UIDAI એ My Aadhar Portal દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું હતું જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આધાર કાર્ડમાં ફોટો કઈ રીતે બદલવો?
શું તમારા આધારકાર્ડમાં તમારો ફોટો જોઈને તમને તમારો ફોટો બદલવાનું મન થાય છે? તો તમે બસ આટલું કરો. તમે આધારકાર્ડમાં તમારો ફોટો ઘરે બેઠાં તમારા જ મોબાઈલમાં બદલી શકો છો. આધાર કાર્ડ એ દરેક ભારતીયની ઓળખ હોય છે. આધાર કાર્ડ તમને દરેક સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં ઉપયોગમાં આવે છે તેમજ તેનો ઉપયોગ સરકારી અને ખાનગી હેતુઓ માટે પણ કરી શકો છો. સામાન્ય સંજોગોમાં આધાર કાર્ડમાં છાપતા ફોટોની ક્વોલોટીના કારણે પોતાના ફોટોને લઈને ઘણા લોકો શરમ અનુભવે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે જાણીએ આધારકાર્ડમાં ઘર બેઠા ફોટો કઈ રીતે અપડેટ કરી શકાય છે.
ફક્ત આ પ્રોસેસ કરવાથી ફોટો અપડેટ થઈ જશે..
– UIDAIની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.inની મુલાકાત લો
– ત્યારબાદ Update Aadhaar વિકલ્પ પર ક્લિક કરો
– આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં જરૂરી તમામ વિગતો ભરો
– ત્યારબાદ આ ફોર્મ નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર સબમિટ કરો
– આધાર કર્મચારી બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા તમામ વિગતોની ચકાસણી કરીને નવા ફોટોગ્રાફ પર ક્લિક કરશે જે તમારા આધાર કાર્ડમાં અપડેટ થશે
– ત્યારબાદ કચેરીએથી આધાર કર્મચારી તમને એક એક્નોલેજમેન્ટ સ્લિપ અને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) આપશે
– આ પ્રોસેસ કર્યા બાદ 90 દિવસમાં તમારો ફોટો અપડેટ કરવામાં આવશે
Breaking: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ! ડી-કંપનીમાં હાહાકાર મચી ગયો
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ
આ સમગ્ર પ્રોસેસ કર્યા બાદ આધારકાર્ડને ટ્રેક કરવાનો ઓપ્શન પણ મળશે જેથી તમે જાણી શકો કે તમારું આધાર કાર્ડ ક્યારે તૈયાર થઈ જશે. આ ટ્રેકિંગ પ્રક્રિયા ઓનલાઈન રહેશે, જેથી તમારે કોઈ કચેરી કે પછી આધાર કેન્દ્ર જવાની જરૂર રહેતી નથી. જો તમે પણ તમારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે અરજી કરી છે, તો તમે ઉપર જણાવેલ પ્રક્રિયા દ્વારા તેને ટ્રેક કરી શકો છો. જેના માટે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને URN નંબરથી આધાર કાર્ડને ટ્રેક કરી શકાય છે.