દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું કામ તેના અંતિમ તબક્કામાં છે. આ વર્ષનું બજેટ નવા કેમ્પસમાંથી જ રજૂ કરવામાં આવશે તેવી ચર્ચા છે.
નવા સંસદભવનમાં ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પણ જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
નવેમ્બર 2022 સુધીમાં નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર આ થઈ શક્યું નહીં.
નવા પરિસરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે લોકસભા અને રાજ્યસભાના નવા ચેમ્બરમાં સાંસદોને બેસવા માટે ખુરશીઓ પણ લગાવવામાં આવી છે.
નવું સંસદ સંકુલ જૂની સંસદ ભવન સામે જ બનાવવામાં આવી રહ્યું છે. નવી ઇમારતમાં 1,000થી વધુ સાંસદો માટે બેઠક વ્યવસ્થા હશે.
આ ભેંસનુ વીર્ય છે ખૂબ જ મૂલ્યવાન, માલિક બની ગયો આજે કરોડપતિ, દર મહિને કમાય છે આટલા લાખ રૂપિયા
સરકાર તરફથી એવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે બજેટ નવા સંસદ ભવનમાંથી જ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટાટા પ્રોજેક્ટ્સને નવા સંસદ ભવન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.