પ્રમુખ સ્વામી મહારાજની તસવીર અને સંદેશા ચંદ્રમાં ઉપર પહોંચ્યુ, નાસાએ આપી અનોખી શ્રદ્ધાંજલિ

Desk Editor
By Desk Editor
Share this Article

Pramukhswami Maharaj NASA: અમેરિકાની અંતરીક્ષ એજન્સી NASA’બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પાંચમાં આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજને તેમની તસવીરો અને સંદેશા ચંદ્રમાં ઉપર પહોંચાડી આપશે અનોખી શ્રદ્ધાંજલિ. IM-1 મિશનની સપાટી પર પ્રમુખસ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા.

NASAનું ખાનગી અવકાશયાન BAPSના પ્રમુખસ્વામી મહારાજને અનોખી અંજલી આપી રહ્યું છે. વાત જાણે એમ છે કે, NASAનું ખાનગી ‘અવકાશયાન ઓડીસિયસ’ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

IM-1 મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા છે. નાસાના ઈન્ટયુટિવ મિશન્સે પ્રમુખસ્વામી મહારાજના સંદેશાને ચંદ્રમા પર મોકલવાને સમથૅન આપ્યું હતું.

પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનમાં નિઃસ્વાર્થ સેવા અને માનવકલ્યાણનો સંદેશ આપ્યો હતો,તેનાથી પ્રભાવિત થઈને અમેરિકી અંતરિક્ષ એજન્સીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નિણૅય કર્યો. નાસાના IM-1 મિશન હેઠળ લોન્ચ કરવામાં આવેલ આ અવકાશયાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. તેનાથી લક્ષ્યને હાંસલ કરવામાં એકતા, સહયોગ અને સામૂહિક જવાબદારી ભાવનાને પ્રોત્સાહન મળી શકે છે.

સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં Intuitive Missionsએ લખ્યું કે, રિલેટિવ ડાયનેમિક્સ સાથે સંકલનમાં બનેલું IM-1 મિશન પાંચમા ગુરુ પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. આ કોતરણી સ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે, જેમણે નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યની હિમાયત કરી હતી. રાષ્ટ્રો વચ્ચેના આવા સાંસ્કૃતિક જોડાણ અવકાશ સંશોધનના અનુસંધાનમાં વહેંચાયેલા મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે.

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 1921માં થયો હતો

ગુજરામાં 7 ડિસેમ્બર, 1921ના રોજ શાંતિલાલ પટેલના રૂપમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજ એવા વ્યક્તિત્વમાંના એક હતા જેમણે BAPS સંસ્થાને ખૂબ જ ઊંચાઈએ પહોંચાડી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ BAPSના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મોડલ તાન્યા અને ક્રિકેટરના અંગત ફોટો, કોલ હિસ્ટ્રી,… આત્મહત્યાનું રહસ્ય ખોલશે? છેલ્લો કોલ કોણે કર્યો હતો??

તેમણે હિંદુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક સ્વામિનારાયણના ઉપદેશો પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ BAPS એ શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ અને માનવતાવાદી પ્રયાસો સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો.


Share this Article