કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરની બહાર ગોળી મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી વાગી હતી. હત્યાનો ગુનેગાર સીસીટીવીમાં કેદ થયો હતો.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્કૂટર પર આવેલા બે બદમાશોએ સુખદેવસિંહ ગોગામેડી સાથે મળવાના બહાને વાત કરી હતી. લગભગ 10 મિનિટ સુધી વાત કર્યા બાદ બંને બદમાશોએ ગોળીબાર કર્યો હતો.
ગોળીબારીની ઘટના સીસીટીવીમાં કેદ
હત્યાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા જાહેર કરાયેલા ફૂટેજ અનુસાર, બંને હત્યારા સુખદેવ સિંહ ગોગામેડી અને કેટલાક લોકો એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. અચાનક બે હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો. સોફા પર બેઠેલા સુખદેવ સિંહને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો અને તેના શરીર પર ચાર જેટલી ગોળીઓ વાગી હતી. ગોળીબાર કર્યા બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા.
VIDEO | CCTV footage shows two men firing multiple shots at Rashtriya Rajput Karni Sena president Sukhdev Singh Gogamedi and another man standing at the door.
Gogamedi died, while one of his security personnel and another person were injured in the firing.
(Disclaimer: PTI… pic.twitter.com/2W4TQely7C
— Press Trust of India (@PTI_News) December 5, 2023
હત્યાને લઈને રાજપૂત સમાજમાં આક્રોશ
ગોળી વાગ્યા બાદ સુખદેવ સિંહ ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. રાજપૂત સમુદાયના સભ્યો સુખદેવ સિંહની હત્યાને લઈને જયપુરની એક હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમના પાર્થિવ દેહને આ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
સુખદેવ સિંહના સુરક્ષા ગાર્ડનું પણ મોત
આ ઘટના અંગે વધુ વિગતો આપતા જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, “ત્રણ લોકો તેમના નિવાસસ્થાને આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ સુખદેવ સિંહને મળવા માંગે છે. તેઓ અંદર પ્રવેશ્યા, લગભગ 10 મિનિટ સુધી તેમની સાથે વાત કરી અને પછી સુખદેવ સિંહને ગોળી વાગી હતી. ગોળીબાર થયો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો, તેના સુરક્ષા ગાર્ડનું મૃત્યુ થયું.”
હુમલાખોરનું મૃત્યુ
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
વધુ માહિતી આપતાં પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, “આ ફાયરિંગમાં ત્રણ હુમલાખોરોમાંથી એકને ગોળી વાગી હતી અને તેનું પણ મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરીશું. “તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”