પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાનીમાં એક ૧૪ વર્ષીય યુવકે કથિત રીતે ઓનલાઈન ગેમ પબજીના પ્રભાવમાં માતા અને બે સગીર બહેનો સહિત પોતાના સમગ્ર પરિવારની ગોળી મારીને હત્યા કરી દીધી. ગયા અઠવાડિયે લાહોરના કહના વિસ્તારમાં ૪૫ વર્ષીય સ્વાસ્થ્ય કાર્યકર્તા નાહિદ મુબારક પોતાના ૨૨ વર્ષીય પુત્ર તૈમુર તેમજ ૧૭ અને ૧૧ વર્ષની બે પુત્રીઓની સાથે મૃત હાલતમાં મળ્યા હતા.

પોલીસે એક નિવેદનમાં કહ્યુ કે મહિલાનો કિશોર પુત્ર જ હત્યારો નીકળ્યો અને હવે તે પોતાના પરિવારમાં બચેલો એકમાત્ર શખ્સ છે. પોલીસે આગળ કહ્યુ, પબજી ના આદિ યુવકે કબૂલ કર્યુ કે તેને રમતના પ્રભાવમાં પોતાની માતા અને ભાઈ-બહેનોની હત્યા કરી છે. દિવસે લાંબા સમય સુધી ઓનલાઈન ગેમ રમવાના કારણે તેને કેટલીક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ થઈ ગઈ છે.

પોલીસે કહ્યુ કે નાહિદ એક ડિવોર્સી હતો અને ઘણીવાર યુવકને તેના અભ્યાસમાં ધ્યાન ન આપવા અને મોટાભાગનો સમય પબજી રમવામાં પસાર કરવાને લઈને ઠપકો આપતો હતો. પોલીસે કહ્યુ ઘટનાના દિવસે પણ નાહિદે યુવકને આ વાત પર ઠપકો આપ્યો. બાદમાં યુવકે તિજાેરીમાંથી પોતાની માતાની પિસ્તોલ નીકાળી અને તેના ત્રણ અન્ય ભાઈ-બહેનોને ઊંઘમાં જ ગોળી મારી દીધી.