સતત વરસાદને કારણે ઠંડી થઈ રહી છે જમીન, શું તેના કારણે ચોમાસું મોડું બેસશે?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

વાતાવરણ ફરી એક વખત બદલાયું છે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. એવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે, વરસાદને કારણે જમીન ઠંડી થતાં લો પ્રેશર વાળા ક્ષેત્રોને નબળા કરી શકે છે. તેનાથી ભેજવાળી હવાને ખેંચી લાવનારી તાકતમાં ઘટાડો થશે. સિનિયર વિજ્ઞાનીઓએ કહ્યું કે, ભારતના મોટાભાગના સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે જમીન ઠંડી થવાથી ચોમાસાના આગમનમાં મોડું નહીં થાય. ભારતીય ચોમાસુ ભારતીય જમીન અને હિંદ મહાસાગર વચ્ચે તાપમાન અને દબાણના અંતરથી સંચાલિત થાય છે. ઉનાળાના મહિનાઓમાં જમીન ગરમ થઈ જાય છે, જેનાથી લો પ્રેસરનું ક્ષેત્ર બને છે જે સમુદ્રથી ભેજવાળી હવા ખેંચે છે, જેના પરિણામસ્વરૂપે વરસાદ થાય છે.

એવી ચિંતા છે કે, લાંબા સમય સુધી થઈ રહેલા વરસાદને કારણે જમીનનું ઠંડું થવું લો પ્રેશરવાળા વિસ્તારને નબળું કરી શકે છે. તેનાથી દરમિયામાંથી ભેજવાળી હવાને ખેંચી લાવવાના બળમાં ઘટાડો થશે. પરિણામે ચોમાસું મોડું બેસી શકે છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ભારતમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્યિસથી નીચે રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું, ‘આ પ્રકારનો કોઈ સંબંધ નથી (અત્યારે થઈ રહેલા વરસાદને કારણે જમીન ઠંડી થવા અને ચોમાસાની હવાઓને નબળી કરવા વચ્ચે) તેમણે કહ્યું કે, જમીન ગરમ થવા માટે હજુ પુરતો સમય છે.

‘ચોમાસાનું આગમન પ્રવાભિત નહીં થાય’

ખાનગી હવામાન -આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના અધ્યક્ષ જે.પી. શર્માએ કહ્યું કે, દેશના મોટાભાગમાં એક સાથે લાંબા સમય સુધી વરસાદ ઘણો ઓછો થાય છે, પરંતુ તે ચોમાસાના આગમનને પ્રભાવિત નહીં કરે. જો આપણે ચોમાસાના આગમનની તારીખ એટલે કે એક જૂનને જોઇએ તો લગભગ એક મહિના જેટલો સમય છે. આ ઘણો લાંબો સમય છે.’ શર્માએ કહ્યું કે, આ સમયગાળો સંભવત: વધુ એક અઠવાડિયું ચાલશે. તે પછી ચોમાસા અગાઉના વાતાવરણની સામાન્ય સ્થિતિ ગરમી અને આંધી તોફાન શરૂ થઈ જશે.

ગુજરાતમાં આ કારણે પડે છે સતત માવઠું, હજુ પણ ચાર દિવસ કમોસમી વરસાદ ખાબકશે, જાણો નવી આગાહી અને નવા કારણો

રેશનકાર્ડ ધારકોને લાગ્યો મોટો ઝટકો, હવે ફ્રીમાં રાશન નહીં મળે, નવી ગાઈડલાઈન જાહેર! ફટાફટ જોઈ લો

મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાંએ લગાવ્યો સૌથી મોટો આરોપ, બીજી મહિલાઓ સાથે હોટેલમાં… સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

છ મેની આસપાસ વાવાઝોડાની શક્યતા

IMDએ કહ્યું કે, છ મેની આસપાસ બંગાળની ખાડીની ઉપર ચક્રવાત બનવાની શક્યતા છે. તેના પરિણામ સ્વરૂપે આગામી ૪૮ કલાકમાં ઓછા હવાના પ્રેશરનું ક્ષેત્ર વિકસિત થવાની શક્યતા છે, વર્ષ ૨૦૨૩ના પ્રથમ ચક્રવાતી તોફાનની મે મહિનામાં આવવાની શક્યતા દર્શાવાઈ છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ‘અમે ધ્યાન રાખી રહ્યા છીયે, નિયમિત રીતે અપડેટ આપતા
રહીશું’


Share this Article