કોરોના સામે વેક્સીન જ સંજીવની છે. લોકો વેક્સીનના બે ડોઝ ઝડપથી લે તે માટે સરકાર દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેકસીન લોકો લે તે માટે અલગ-અલગ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ કેટલાક લોકોએ હજુ પણ વેકસીન લીધી નથી. પરંતુ ફરી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જાેષીએ જણાવ્યું છે કે છેલ્લા ૩ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીની હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યા વધી રહી છે અને કોરોના કેસ પણ વધી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કુલ ૬૭ દર્દીઓ દાખલ છે. જેમાંથી ૩૦ ટકા દર્દીઓએ વેકસીનનો એક પણ ડોઝ લીધો નથી અને ૧૦ ટકા દર્દીઓ એવા છે જેને પ્રથમ ડોઝ લીધો છે. ૧૧ દર્દીઓ બાયપેક વેન્ટિલેટર પર છે પરંતુ ૧૧ દર્દીઓમાંથી ૮ દર્દીઓએ વેકસીન લીધી નથી. વેકસીન લીધી નથી તેવા દર્દીઓની સ્થિતિ ગંભીર જાેવા મળી રહી છે. તેનો સીધો મતલબ છે કે વેકસીન લીધી નથી તેને કોરોનાની વધુ અસર થાય છે.
ત્યારે ડોકટર રાકેશ જાેષીએ અપીલ કરી છે જે લોકોએ વેકસીન લીધી નથી તે વેકસીન લઇ લે અને માસ્ક ફરજિયાત પહેરે. કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરે. કોરોના કેસ વધી રહ્યા છે હજુ પણ સમય છે સમજી જાવ. વેકસીન લીધી નથી તો વેકસીન લઈ લો અને સુરક્ષિત રહો. જાે વેકસીન લીધી હશે અને કોરોના થશે તો કોરોનાની અસર વધુ નહીં થાય અને ઝડપથી સાજા થઈ જશો. પરંતુ કોરોનાની બચવા માટે ભીડથી દૂર રહો. માસ્ક પહેરો અને વેકસીન પણ લઈ લો.