Business News: દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે પરંતુ સરકારની કમાણી માટે તે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે રાજ્ય સરકારોને આલ્કોહોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી જંગી આવક મળે છે. સામાન્ય રીતે રાજ્યો માટે આવકના મુખ્ય સ્ત્રોતોમાં રાજ્ય GST, જમીન મહેસૂલ, પેટ્રોલ અને ડીઝલ પરના કર અને અન્ય કરનો સમાવેશ થાય છે. પરંતુ, રાજ્ય સરકારની કમાણીમાં એક્સાઈઝ ડ્યુટીનો મોટો ફાળો છે.
દેશભરના ઘણા રાજ્યો એક્સાઇઝ ટેક્સમાંથી મોટી આવક મેળવે છે. મોટાભાગના રાજ્યોમાં 15 થી 30 ટકા આવક દારૂમાંથી આવે છે. આ મામલે ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. નાણાકીય વર્ષ 2022-23માં યુપીએ એક્સાઇઝ ડ્યુટીમાંથી 41,250 કરોડ રૂપિયાની રેકોર્ડ આવક મેળવી હતી. આવો તમને જણાવીએ કે સરકાર દારૂમાંથી કેવી રીતે કમાણી કરે છે.
દારૂના વેચાણથી અબજો રૂપિયાની કમાણી
NBTના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં દેશમાં એક્સાઈઝ ડ્યૂટીથી લગભગ 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આમાં ઉત્તર પ્રદેશ દારૂમાંથી સૌથી વધુ કમાણી કરતું રાજ્ય હતું. કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ સરકારને દારૂના વેચાણથી કરોડો રૂપિયાની કમાણી થાય છે.
કયા રાજ્યમાં સૌથી વધુ કર છે?
અહેવાલ મુજબ ભારતમાં દારૂ પર કર્ણાટકમાં સૌથી વધુ 83% ટેક્સ છે, જ્યારે ગોવામાં દર 49% છે. તેનો અર્થ એ છે કે સ્પિરિટની બોટલ (બિયર સિવાયની) જેની કિંમત ગોવામાં રૂ. 100 છે, કર્ણાટકમાં તેની કિંમત લગભગ રૂ. 513 હશે. દારૂ પરનો ટેક્સ દરેક પ્રોડક્ટ પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે બિયર, વ્હિસ્કી, રમ, સ્કોચ, દેશી દારૂ વગેરે પર અલગ-અલગ રીતે ટેક્સ લાગે છે. આમાં પણ ભારતમાં ઉત્પાદિત અને વિદેશમાં ઉત્પાદિત દારૂ પર અલગ અલગ રીતે એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેક રાજ્યમાં દારૂ પર અલગ-અલગ ટેક્સ સિસ્ટમ છે.
Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ
પીટીઆઈના અહેવાલ મુજબ દિલ્હી સરકારે ગયા વર્ષે 61 કરોડથી વધુ દારૂની બોટલો વેચીને 7,285 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ડેટા 1 સપ્ટેમ્બર 2022 થી 31 ઓગસ્ટ, 2023 સુધીનો છે. લોકડાઉન દરમિયાન, જ્યારે દેશભરમાં દારૂની દુકાનો બંધ હતી, ત્યારે દારૂનું વેચાણ ન થવાને કારણે રાજ્યોને દરરોજ લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં સરકારને એક્સાઇઝ ટેક્સમાંથી કેટલી કમાણી થાય છે તે સમજી શકાય છે.