નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં લઈ જનાર અવકાશયાન પૃથ્વી પર પરત ફર્યું છે. જૂનના પહેલા સપ્તાહમાં બોઈંગ સ્ટારલાઈનર અવકાશયાન સુનીતા અને બૂચને અવકાશમાં લઈ ગયું. આ પછી, તકનીકી સમસ્યા આવી અને બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા આવી શક્યા નહીં. હવે આ અવકાશયાન કોઈ પણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું લેન્ડ થયું છે.
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરશે. સ્ટારલાઈનરે 6 સપ્ટેમ્બરે મોડી રાત્રે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી અને 7 સપ્ટેમ્બરની સવારે પૃથ્વી પર પરત ફર્યું. દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ મિશન પર ટકેલી હતી.
LIVE: @BoeingSpace's uncrewed #Starliner spacecraft is leaving orbit and touching down at New Mexico's White Sands Space Harbor. Landing is now targeted for 12:01am ET (0401 UTC) on Sept. 7. https://t.co/jlCEKXRhkx
— NASA (@NASA) September 7, 2024
ન્યૂ મેક્સિકોમાં લેન્ડિંગ
મળતી માહિતી મુજબ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ આજે ભારતીય સમય અનુસાર સવારે 3.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી અલગ થઈ ગયું હતું. સવારે 9:32 વાગ્યે તે અમેરિકન પ્રાંત ન્યુ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર (રણ)માં ઉતર્યું.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
સુનીતા અને બુચ 5 જૂને અવકાશમાં ગયા હતા
બોઇંગ કંપનીએ આ સ્પેસ યાન બનાવ્યું છે. 5 જૂને સુનીતા અને બૂચને ISSમાં મોકલવામાં આવ્યા હતા. આ માત્ર 8 દિવસનું મિશન હતું. પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેનું રિટર્ન મોકૂફ રાખવું પડ્યું હતું. હવે આ અવકાશયાન ક્રૂ વિના પૃથ્વી પર પરત ફર્યું છે. સુનીતા અને બૂચ અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે. ફેબ્રુઆરીમાં SpaceX ફ્લાઇટ દ્વારા તેમને પાછા લાવવામાં આવશે.