તમે મહિલા સશક્તિકરણના ઘણા ઉદાહરણો વાંચ્યા અને જોયા હશે, પરંતુ આજે અહી જે વિશે વાત કરવામા આવી રહી છે જે જાણીને તમે પણ ચોંકી જશો! ભારતમા જ એક તરફ ઘણી જગ્યાએ દીકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ હજુ પણ જોવા મલે છે પણ બીજી તરફ દેશમા અમુક સ્થળિ એવા છે જ્યા દીકરીનોનુ સૌથી વધુ સન્માન છે. યુપીના કૌશામ્બી જિલ્લાના કરારીનગરનું પૂર્વા ગામ ઘણી રીતે સામાજિક સીમાઓ તોડી રહ્યું છે. એટલે કે આ ગામને જમાઈઓનું ગામ પણ લોકો કહેવા લાગુઆ છે.
પરંપરા કહો.. કે સ્ત્રી શક્તિ કહો. લગ્ન પછી અહીં પતિઓ આવવાની અને સ્થાયી થવાની પરંપરા એવી ચાલી કે હવે આ 400 પરિવારોની વાત છે જ્યા લગ્ન થયા પછી દીકરી આખો પરિવાર ચલાવે છે અને દીકરાઓને પરણાવવામા આવે છે. આ ગામમાં રહેતા મોટાભાગના લોકો બહારના છે, જેમણે લગ્ન પછી ગામમાં રહેવા લાગ્યા છે. સાસરિયાંના બંધનમાંથી મુક્ત થઈને અહીં પરિણીત સ્ત્રી તેના પતિ સાથે સમાન ધોરણે રહીને તેને દરેક રીતે મદદ કરે છે.
મળતી માહિતી મુજબ આ ગામમાં રહેતા પુરુષોની સાથે ગામની મહિલાઓ પણ પરિવાર ચલાવવામાં પતિને મદદ કરે છે. જેના માટે તે ઘરે બીડી બનાવવાનું કામ કરે છે. આમાંથી મળેલી આવક તે પરિવારના ભરણપોષણ માટે ખર્ચે છે. આ ટ્રેન્ડ ગામમાં નવો નથી. દાયકાઓથી જમાઈઓ અહીં પરિવારને સ્થાયી કરે છે. આ ગામમાં 70થી 25 વર્ષની વયજૂથના જમાઈ પરિવાર સાથે સુખેથી રહે છે. આ ગામની વિશેષતા એ છે કે દીકરીઓને દીકરાઓની સમકક્ષ શિક્ષણ અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે.
સારી વાત એ છે કે આ ગામમાં દીકરો જે કામ કરી શકે તે તમામ કામ દીકરીઓ કરે છે. આના પર કોઈ પ્રતિબંધ નથી. 20 વર્ષ પહેલા પતિ સાથે ગામમાં રહેવા આવેલી યાસ્મીન બેગમના કહેવા પ્રમાણે, સાસરિયાંમાં ભલે ગમે તેટલી આઝાદી હોય, પરંતુ સાસરિયાંમાં અમુક બંધન હોય છે. અહીં તેના પતિ સાથે રહેતી વખતે તે પોતાની મરજીથી રોજગાર કરવા પણ સક્ષમ છે. નગર પંચાયત વિસ્તાર કરારીમાં સ્થાયી થયેલા જમાઈઓના આ ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. નગર પંચાયતની સુવિધાઓની સાથે અહીં રહેવા માટે શાળાઓ અને બજારો પણ છે.
ફતેહપુરના રહેવાસી ફિરદૌસ અહેમદ પણ 22 વર્ષ પહેલા દીકરી સાથે લગ્ન કર્યા બાદ અહીં રહેતા હતા. ફિરદૌસની જેમ સબ્બર હુસૈન પણ તેની પત્નીના મામાના ઘરે આવ્યા અને પોતાનું ઘર બનાવ્યું. તેઓના કહેવા મુજબ લગ્ન બાદ જ્યારે તે તેની પત્ની સાથે તેના ગામ ગયો હતો. તેમના ગામમાં સુવિધાઓના અભાવે તેમને અહીં આવવાની પ્રેરણા આપી. બાળકોના શિક્ષણ અને રોજગારની સગવડને કારણે તે પણ કાયમ માટે જમાઈના ગામમાં આવીને સ્થાયી થઈ ગયો.
ગામના સંતોષ કુમારના કહેવા પ્રમાણે, તેમના સસરા રામખેલવાને ગામની દીકરી પ્યારી હેલા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ અહીં રહેવા લાગ્યા. તેઓ પણ તેમની પુત્રી ચંપા હેલા સાથેના લગ્ન પછી ગામમાં સ્થાયી થયા હતા. આ સિવાય અન્ય સદસ્ય યશવંત યાદવ કહે છે કે મહિલાઓ અને પુરૂષો સાથે મળીને કામ કરે છે, તેથી ઘરેલું ઝઘડા પણ ઓછા થાય છે. બહારથી આવનારને ઘરના જમાઈ જેટલું જ માન હોય છે. એટલા માટે લોકો અહીં આવીને રહેવા માંગે છે. દરેક સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.