બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પતિના ત્રાસ અને ગેરકાયદેસર સંબંધોથી કંટાળીને એક મહિલાએ મોતને વ્હાલુ કરી લીધું. ઝેર પીતા પહેલા તેણીએ એક વિડિયો પણ રેકોર્ડ કર્યો અને કહ્યું, “હું જઈ રહી છું. તમે ખુશ થશો. બસ મારા જેમ કોઈને છેતરશો નહીં. મેં તમને ખૂબ પ્રેમ કર્યો છે.” મહિલાને થોડા સમય પહેલા તેના પતિની પેનડ્રાઈવ મળી હતી જેમાં તેના અનેક મહિલાઓના વાંધાજનક વીડિયો જોવા મળ્યા હતા. પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.
પતિના ગેરકાયદેસર સંબંધોથી કંટાળીને મહિલાએ મોતને વ્હાલુ કર્યુ
જિલ્લાના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ્હુઆના મુઝફ્ફરપુરીની રહેવાસી અજમતના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં ઝહીર જાવેદ સાથે થયા હતા. પતિ જાવેદ મધ્યપ્રદેશના ભોપાલમાં સિવિલ એન્જિનિયર છે. મૃતકના પિતાએ જણાવ્યું કે લગ્ન બાદ પુત્રીને પતિના ગેરકાયદે સંબંધોની જાણ થઈ. આ પછી તે તેના પતિ પર નજર રાખવા લાગી. ત્યારે જ તેને તેના પતિની પેનડ્રાઈવ મળી. તેમાં ઘણી મહિલાઓ સાથે તેનો વાંધાજનક વીડિયો હતો.
'पति हमेशा कहता सल्फास खा लो, मैंने खा लिया', मुजफ्फरपुर में मौत से पहले बोली टीचर- पति के कई लड़कियों से अवैध संबंध थे pic.twitter.com/e2UvVL1fHs
— हम लोग We The People (@ajaychauhan41) February 27, 2023
પતિની પેનડ્રાઈવમાથી મળ્યા વાંધાજનક વીડિયો
જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો પતિએ મારપીટ શરૂ કરી દીધી. માહિતી મળતાં માતા-પિતાએ બંનેને અનેકવાર સમજાવીને વિવાદ શાંત પાડ્યો હતો. રવિવારે બપોરે મહિલા તેના મામાના ઘરે હતી. તેણે તેના માતા-પિતાને એટીએમમાંથી પૈસા ઉપાડવા મોકલ્યા હતા. પરત ફરતી વખતે તેઓએ દીકરીને રૂમમાં પડેલી જોઈ અને તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં તેણીનું મૃત્યુ થયું.
જમાઈએ દીકરીનું વોટ્સએપ પણ હેક કર્યું
પિતાનું કહેવું છે કે લગ્ન પછી જમાઈ દીકરીને સાસરે ન લઈ ગયા. તેને ભાડાની રૂમમાં રાખી કહેતો હતો કે તે ભોપાલમાં કામ કરે છે. પરંતુ, તે અહીં લાંબા સમયથી હતો. તેણે પુત્રીનું વોટ્સએપ હેક કર્યું હતું. જ્યારે પણ તે તેની પુત્રી સાથે છુપાઈને વાત કરતો ત્યારે તેને ખબર પડી જતી. આ પછી તે દીકરીને મારતો હતો.
મરતા પહેલા મહિલાએ એક વીડિયો પણ બનાવ્યો હતો. આમાં તે પોતાના હાથમાં ઝેરનું પેકેટ પકડીને કહેતી જોવા મળે છે, “તમને આ જ જોઈતુ હતુ ને… હું જાઉં છું… તમે ખુશ થશો. બસ મારી જેમ કોઈને છેતરશો નહીં. તમને ખૂબ પ્રેમ કર્યો. હવે હુ વિદાય લઊ છુ. તમે સુખી રહેજો.” આટલું કહીને તે વીડિયો બંધ કરી દે છે અને ઝેર ખાઈ લે છે.
આ મામલામાં ડીએસપી ટાઉન રાઘવ દયાલે જણાવ્યું કે અહિયાપુર વિસ્તારની મહિલા વ્યવસાયે શિક્ષિકા હતી. પતિના ત્રાસથી તેણીએ ઝેર પી લીધું હતું. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારના સભ્યોના નિવેદનના આધારે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.