‘બેશરમ રંગ’નો વિરોધ કરનારી જનતા માટે TMCએ શેર કર્યો સ્મૃતિ ઈરાનીનો આવો વીડિયો, કહ્યું- હાલો કરો હવે બહિષ્કાર…

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સાથે જોડાયેલા વિવાદમાં હવે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમને-સામને આવી ગયા છે. ભાજપ અને હિન્દુત્વવાદી સંગઠનોએ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં અભિનેત્રી દીપિકા પાદુકોણના કેસરી રંગના ડ્રેસ પર વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે કેસરી રંગના ડ્રેસને બેશરમ રંગ કહીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ દરમિયાન ટીએમસી નેતા રિજુ દત્તાએ સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો શેર કરીને વિવાદને વેગ આપ્યો છે.

તેણે મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટ 1998નો વીડિયો શેર કર્યો છે જેમાં સ્મૃતિ ઈરાની પણ કેસરી રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. વિડિયો પોસ્ટ કરતા રિજુ દત્તાએ લખ્યું છે કે બોયકોટ સ્ક્વોડના જે નફરત ફેલાવનારા મૂર્ખ લોકો શાહરૂખ ખાનને ફિલ્મમાં કેસરી બિકીની પહેરવા બદલ બહિષ્કાર કરી રહ્યા છે તેમણે સ્મૃતિ ઈરાનીનો પણ બહિષ્કાર કરવો જોઈએ કારણ કે તેણે 1998માં ‘કેસર બિકીની’ પહેરી હતી, પરંતુ તે યુનિયન કેબિનેટ મંત્રી છે. તેમના પર કાર્યવાહી કેમ ન કરાય?

દત્તાએ પોતાના બીજા ટ્વિટમાં લખ્યું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સ્મૃતિ ઈરાનીના ડ્રેસથી મને કોઈ વાંધો નથી, જે તેણે મિસ ઈન્ડિયા બ્યૂટી પેજન્ટ 1998માં પહેર્યો હતો. તે તેનો અધિકાર અને પસંદગી છે. મારી લડાઈ ભાજપ અને તેના નેતાઓ દ્વારા મહિલાઓ પ્રત્યેના દંભ અને નફરત સામે છે.

રિજુ દત્તાએ બીજેપી પ્રવક્તા અમિત માલવિયાના ટ્વિટના જવાબમાં સ્મૃતિ ઈરાનીનો વીડિયો ટ્વીટ કર્યો હતો. અમિત માલવિયાએ કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલનો એક વીડિયો શેર કર્યો જેમાં મમતા બેનર્જી બોલિવૂડ સિંગર અરિજિત સિંહને ગીત ગાવાનું કહે છે અને જવાબમાં તે ‘રંગ દે તુ મોહે ગેરુ…’ ગાય છે.

આ ટ્વિટમાં અમિત માલવિયાએ લખ્યું છે કે, ‘તે લાગણીઓની સાંજ હતી. મિસ્ટર બચ્ચનથી લઈને અરિજિત સુધી જેમણે મમતા બેનર્જીને યાદ અપાવ્યું કે બંગાળનું ભવિષ્ય ભગવો છે…બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ રિજુ દત્તાના વીડિયો પર પલટવાર કર્યો અને લખ્યું, ‘મમતા બેનર્જીને TMCના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે આવા મહિલા વિરોધી પુરુષોને પસંદ કરવા બદલ શરમ આવવી જોઈએ. તેને મહિલાઓ અને તેઓ જે પસંદગીઓ કરે છે તેના માટે તેને કોઈ માન નથી. તેઓ સફળ સ્ત્રીઓ અને તેમની સફળતાની ઈર્ષ્યા કરે છે. આવા પુરુષો મહિલાઓ સામે વધતા ગુના માટે જવાબદાર છે.

ટીએમસીના પ્રવક્તા રિજુ દત્તાએ લખ્યું, ‘શું ભગવો રંગ ભાજપની અંગત મિલકત છે? તેમને આવું કરવાનો અધિકાર કોણે આપ્યો છે? જો તે દીપિકા પાદુકોણ જેવી મહિલાઓને તેમની પસંદગીના ભગવા રંગના કપડા પહેરવા બદલ દુર્વ્યવહાર કરે છે, તો તેણે એ પણ જોવું જોઈએ કે તેના કેન્દ્રીય મંત્રીએ 1998માં કેસરી રંગની બિકીની પહેરી હતી.

‘સ્મૃતિ ઈરાની શું પહેરશે તેના પર ટીએમસીને કોઈ વાંધો નથી, તે તેનો અધિકાર છે. પરંતુ અમે ભાજપની નૈતિક પોલીસિંગ અને અમુક લોકો સામે પસંદગીના આક્રોશનો વિરોધ કરીએ છીએ.


Share this Article