ભારતીય સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાંથી એક છે. ભારતીય સેનામાં સામેલ થવા માટે જવાનોએ સખત મહેનત કરવી પડે છે. તેમની તાલીમ ખૂબ મુશ્કેલ ભરી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભારતીય સેનાના શૈર્ય અને હિંમત જાેવા મળે છે. સેનાના જવાનો કઈ હદે દુશ્મનો સામે લડવા સક્ષમ છે તે આ વીડિયો પરથી જાેઈ શકાશે.
સેનાના અધિકારીઓ હોય કે બોલીવુડના સિતારાઓ સૌ કોઈ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને પોતાના સોશિયલ મીડિયામાં શેયર કરી રહ્યાં છે. તમે પણ એકવાર આ જવાનની સ્ફૂર્તિ અને જાેશ જાેશો તો જાેશમાં આવી જશો. વીડિયોમાં જાેઈ શકાય છે કે મિલિટરી યુનિફોર્મ પહેરેલો એક જવાન જબરદસ્ત ટ્રેનિંગ કરતો જાેવા મળે છે. તેની કડક તાલિમને જાેઈ સૌ કોઈ અચંભિત રહી શકે.
જવાનની સ્ફૂર્તી તેમજ કતરબોને જાેઈ આજકાલના યુવાનોને પણ શરમાઈ જાય. વાયરલ થઈ રહેલા વીડિયોએ સોશિયલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. જવાનોની કડક તાલિમને નિહાળી મોટી સંખ્યામાં લોકો પ્રશંસા કરી રહ્યાં છે. આખરે શું છે આ વીડિયોમાં આવો જાેઈએ. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ સેનાનો જવાન છે. આ યુવક ખૂબ જ કડક ટ્રેનિંગ કરતો જાેવા મળે છે. ક્યારેક તે પોલ પર ઉભો રહે છે તો ક્યારેક એક હાથથી પુશઅપ મારતો જાેવા મળે છે.
તેની ખૂબ જ અઘરી પ્રેક્ટિસ જાેઈને દરેકને આશ્ચર્યચકિત થઈ જાય છે. એકવાર તો તે પાણીમાં પણ દોડતો જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ટિ્વટર યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે જય હિંદ. આ વીડિયોને અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ લોકો જાેઈ ચૂક્યા છે. તે જ સમયે, હજારો વપરાશકર્તાઓએ આ વીડિયો પર કમેન્ટ કરી છે.
એક યુઝરે તેને દેશનું ગૌરવ ગણાવ્યું અને બીજા યુઝરે તેને સલામ કર્યું. જવાનનો શાનદાર સ્ટંટ જાેઈને તમામ યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલે પણ આ વીડિયો પોતાના ટિ્વટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે આ વીડિયોને ‘જય હિંદ’ કેપ્શન આપ્યું છે.