લ્યો બોલો, હવે એમાં શું હેલ્મેટની જરૂર પડતી હશે, ભારતના આ સિટીમાં લખ્યું- જો હેલ્મેટ નહીં તો દારુ નહીં

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મધ્યપ્રદેશના જબલપુરમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માર્ગ અકસ્માતમાં મૃત્યુનો ગ્રાફ ઘટાડવા માટે સરકાર હવે હાઈકોર્ટના આદેશ પર કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ક્રમમાં આબકારી વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે દારૂના દુકાનદારોએ પોતાની દુકાનોની બહાર બેનર પોસ્ટર લગાવી દીધા છે જેના પર લખ્યું છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, હેલ્મેટ નહીં તો દારૂ નહીં.

 

આ બાબતે એક્સાઈઝ ઓફિસરનું કહેવું છે કે મોટાભાગના અકસ્માતો દારૂના નશામાં વાહન ચલાવનારાઓ સાથે થાય છે. દારૂના નશામાં વાહન ચલાવીને પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે માત્ર હેલ્મેટ પહેરનાર જ દુકાનોમાંથી દારૂ ખરીદી શકશે. 6થી 20 ઓક્ટોબર સુધી પોલીસ દ્વારા હેલ્મેટની તપાસ માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે.

આંકડા દર્શાવે છે કે એમપીમાં છેલ્લા અઢી વર્ષમાં માર્ગ અકસ્માતમાં 30,262 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 14,633 લોકો કે-ટુ વ્હીલરમાં હતા. એમપી હાઈકોર્ટની જબલપુર બેંચના નિર્દેશોને અનુસરીને પોલીસ તાલીમ અને સંશોધન સંસ્થા (PTRI) એ ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

 એડીજી પીટીઆરઆઈ જી. જનાર્ધને આદેશમાં કહ્યું છે કે વાહનના ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા પીલિયન સવારે પણ હેલ્મેટ પહેરવું પડશે. આમાં મહિલા, પુરૂષ કે સગીર ડ્રાઈવર અંગે કોઈ અલગ સૂચના નથી. તેથી જ પોલીસ આવા દરેક વાહન સવાર (શિખ સિવાય) 4 વર્ષથી વધુ વયના લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.


Share this Article