પાલનપુર(ભવર મીણા): રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા કોરોના ની તીસરી લહેર ને અંકુશ માં લેવા માટે વિક એન્ડ કરફ્યુ લગાવવા માં આવ્યું હતું જેથી સરકારી ગાઈડલાઈન મુજબ શનિવારની રાત્રી થી સોમવાર ના સવાર સુધી નાના મોટા તમામ બજારો બંધ રાખવવામાં આવતું હોવાથી બજારોમાં સન્નાટો છવાયેલો જોવા મળતો હતો જોકે આજ થી ગાઈડલાઈન માં સુધારો લાવતા બજારો ખુલી ગયા છે.
રાજસ્થાન સરકાર દ્વારા કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે વિક એન્ડ કરફ્યુ લાદવા માં આવ્યું હોવાથી રવિવારે બજારો સજ્જડ બંધ રહેતા પર્યટક સ્થળો સહિત ના શહેરો અને ગામડાઓ ના માર્ગો પર સન્નાટો છવાયેલો જોવા મળતો હતો.
તો ક્યાંક ને ક્યાંક રાજસ્થાન તરફ ફરવા જતા પર્યટકો પણ પરેશાની નો સામનો કરતા હતા જોકે સરકાર દ્વારા ગાઈડલાઈન માં ફેરફાર કરવા માં આવતા તેમજ આજ થી બજારો ખોલવા માં આવતા પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહિત ના માર્ગો પર લોકો ની ચહલપહલ થી રોનક જોવા મળી હતી.