ઉત્તર પ્રદેશના સંભલના એક પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ અને તેના મિત્રો વિરુદ્ધ બળાત્કાર અને શારીરિક ત્રાસ આપવાનો કેસ દાખલ કર્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે દારૂ અને પૈસાની લાલચમાં તેના પતિએ તેના મિત્રો સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની ફરિયાદ પરથી પોલીસે તેના દારૂડિયા પતિ સામે ફોજદારી ગુનો નોંધ્યો છે, જે બાદ પોલીસ તેના ફરાર પતિ અને આરોપી મિત્રોની શોધખોળ કરી રહી છે.
શું છે સમગ્ર મામલો?
મહિલાનું કહેવું છે કે 1500 રૂપિયાના લોભમાં તેના શરાબી પતિએ તેની અસમતને તેના મિત્રોને સોંપી દીધી હતી. મહિલાએ નખાસા સ્ટેશન ઈન્ચાર્જને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ 1-6-2023 ની રાત્રે દારૂ પીને આવ્યો હતો અને તેના ત્રણ મિત્રોને પણ લઈને આવ્યો હતો. તેના મિત્રએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મિત્રોએ પતિને 1500 રૂપિયા આપ્યા અને ત્રણેય તેને અંદરના રૂમમાં લઈ ગયા. જ્યાં બધાએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું.
વિરોધ કર્યો તો ધમકી આપી
મહિલાનું કહેવું છે કે આ માત્ર એક દિવસની ઘટના નહોતી, પરંતુ આગળ પણ ચાલુ રહી. આ ત્રણેયે તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. જ્યારે પણ તેણે વિરોધ નોંધાવ્યો ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી. છેલ્લા બે અઠવાડિયાથી તેની સામે આ જઘન્ય અપરાધ કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો ડૂબી જવાથી મોત
અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત
પોલીસ એક્શનમાં આવી
પીડિતાની ફરિયાદ બાદ નખસા વિસ્તાર પોલીસ સ્ટેશનની પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઇન્સ્પેક્ટર ઇનચાર્જ યોગેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે મહિલાના આરોપી પતિ તેજપાલ ઉપરાંત કુલદીપ, અરુણ અને યોગેશની શોધખોળ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે અને કડક સજા આપવામાં આવશે.