Politics News: હિમાચલ પ્રદેશના મંડી સંસદીય વિસ્તારની બીજેપી ઉમેદવાર કંગના રનૌત દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. કંગના દિલ્હીમાં જેપી નડ્ડાને મળવા જઈ રહી છે. દિલ્હીમાં બેઠક બાદ કંગના મંડી લોકસભા સીટ માટે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આ જ સમયે, કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની અભદ્ર ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી.
મંગળવારે કંગના રનૌત મંડી જિલ્લાના સરકાઘાટના ભામ્બલાથી ચંદીગઢમાં તેના ઘરે પહોંચી અને અહીંથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થઈ. સુપ્રિયાની ટિપ્પણી પર કંગનાએ કહ્યું કે, “મેં જવાબ આપ્યો છે અને દરેક મહિલા સન્માનની હકદાર છે. મંડીને છોટી કાશી કહેવામાં આવે છે અને મંડીના લોકો આ ગૌરવપૂર્ણ ટિપ્પણીથી દુઃખી છે.
કંગનાએ કહ્યું કે તે જેપી નડ્ડાને મળશે અને તેમની સાથે ચર્ચા કરશે કે સુપ્રિયા શ્રીનેત સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. કંગનાએ કહ્યું કે સ્ત્રી કોઈ પણ હોય, તેની ગરિમા અને સન્માનનું ધ્યાન રાખવું જોઈએ.” મંડીથી ટિકિટની જાહેરાત બાદ કંગના રનૌત તેના ઘરે ભામ્બલા પહોંચી હતી. અહીં તેઓ સરકાઘાટના બીજેપી ધારાસભ્ય દિલીપ ઠાકુર અને અન્ય કાર્યકર્તાઓને મળ્યા. આ દરમિયાન કંગનાએ એના કુળદેવનાં પણ દર્શન કર્યા હતા.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
કંગનાએ મીડિયા સાથે વાત પણ કરી હતી. કંગનાએ કહ્યું હતું કે, “તે માત્ર દેવી-દેવતાઓ અને તેના પરિવારના સભ્યોના આશીર્વાદ લેવા તેના ઘરે આવી છે. મંડી લોકસભામાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ છે, જેના વિશે તેઓ લોકોની વચ્ચે જશે અને આવનારા સમયમાં તેના ઉકેલ માટે કામ કરશે. એક સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે, “જો એક્ટિંગ અને પોલિટિક્સમાં કામ મળે તો વ્યક્તિ લાંબા સમય સુધી કામ કરી શકે છે.”