Gujarat News: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન આવતીકાલે એટલે કે 1 માર્ચથી જામનગરમાં શરૂ થવા જઈ રહ્યા છે. જેના માટે ઘણા મોટા સેલેબ્સ ત્યાં પહોંચ્યા છે. જામનગરમાં હાલમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો થયો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનને યાદગાર બનાવવા દરેક ત્યાં પહોંચી ગયા છે.
હવે આ યાદીમાં બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ એટલે કે શાહરૂખ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. જેને હાલમાં જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા તેના સમગ્ર પરિવાર સાથે જામનગર જવા રવાના થયો છે.
શાહરૂખ ખાન સાથે તેની પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના અને મોટો પુત્ર આર્યન ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. એરપોર્ટ પર આર્યન ખાનનો કેઝ્યુઅલ લુક જોવા મળ્યો હતો. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનનું ટીશર્ટ પહેર્યું હતું.
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
અભિનેતાની લાડકી પુત્રી અને અભિનેત્રી સુહાના ખાન આ દરમિયાન ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી. તેણે સફેદ અને કાળા રંગનું જેકેટ પણ પહેર્યું હતું. સુહાના ખાને વાળમાં બન અને આંખોમાં ચશ્મા સાથે પોતાનો કૂલ લુક પૂર્ણ કર્યો છે.