ધ્રોલ પાલિકામાં બેફામ ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ રહ્યા છે. પાલીકા વિસ્તારમાં ઠેર ઠેર બિનઅધિકૃત બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ધ્રોલના રાજકોટ-જામનગર હાઇવે પર ત્રિકોણબાગ પાસે આવેલ સહજાનંદ શો મીલ પાસે રાતોરાત કોમર્શિયલ બિલ્ડીંગો પરવાનગી વગર ઊભી કરી દેવામાં આવી છે.
ધ્રોલ શહેરમાંથી રાજકોટ જામનગરથી પસાર થતો ધોરીમાર્ગ ઉપર સહજાનંદ શો મીલ પાસે બિલ્ડરો દ્વારા સરકારશ્રીની કોઈપણ જાતની પરવાનગી/મંજુરી લીધા વગર કે નગરપાલિકા ધ્રોલ પાસેથી બાંધકામ રાજાચિઠ્ઠી મેળવ્યા વગર કોમ્પ્લેક્ષનું બાંધકામ કરવા તાકીદે કામ અટકાવવા જવાબદારો સામે ખાતાકીય પગલા ભરવા જી.આર. વાણીયા દ્વાર તંત્રને ગુહાર લગાવવામાં આવી હતી.અરજીમાં જણાવાયું છે કે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામની પ્રવૃતિ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને શહેરમાં પાલીકાની તેમજ સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરી ખાતાકીય પગલાં લેવામાં આવે.
આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવરાત્રિમાં વરસાદને લઈ કરી મોટી આગાહી, ખેલૈયા ખાસ જાણી લેજો, અંબાલાલથી કેટલી અલગ છે આગાહી?
અમદાવાદમા પોલીસ પર મોટો આરોપ, સ્પામાં પણ મલાઈ ખાય છે, છેક મંજુરીથી લઇને છેડા સુધી બધે જ પૈસાના ભાગ પડતાં હતા
ખેડૂતો માટે મોટા સમાચાર! આ પાકને સરકાર ખરીદશે ટેકાના ભાવે
અરજી મળતા જ હરકતમાં આવેલી ધ્રોલ નગરપાલિકા દ્વારા તાત્કાલિક જે તે બિલ્ડરને નોટિસ ફટકારી બાંધકામ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઈપણ જાતની પરવાનગી/મંજુરી લીધા વગર કે બાંધકામ રાજાચિઠ્ઠી મેળવ્યા વગર બાંધકામ તાત્કાલિક અટકાવવી તે બિલ્ડરને નોટિસ ફટકારી હતી