આજે વાત કરવી છે કચ્છની એવી કળી વિશે કે જેના કામની સુગંધ ગુજરાતથી લઈને વિદેશ સુધી પ્રસરી છે. એનું નામ છે યશ્વી સંજય શાહ. જેવું નામ એના જ એમના કામ. એમનો યશ દેશ વિદેશ સુધી ફેલાયો છે. એમની કળા અને આવડતની પ્રસિદ્ધિ સોશિયલ મીડિયાથી લઈને ફોરેનના લોકો સુધી ગવાણી છે.
યશ્વીનો અભ્યાસ
કચ્છના અંજારમાં રહેતી 23 વર્ષની યશ્વી સંજય શાહ આમ તો એન્જિનીયર છે. નિરમા યુનિવર્સીટીમાંથી 2022માં તેમણે સિવિલ એન્જિનીયરીંગ સાથે અભ્યાસ પુરો કર્યો છે. પરંતુ એમની કળા એમને કંઈક અલગ જ લેવલ સુધી લઈ આવશે. એની કદાચ યશ્વીને પણ નહીં ખબર હોય. આજે વિશ્વ લેવલે અને ઈન્ટરનેશનલ એવોર્ડોમાં યશ્વીના નામની તખ્તીઓ લાગી રહી છે. હાલમાં પોતે એક અસોશિએટ ડિઝીટ્સ નામની એજન્સી ચલાવે છે. જેમાં ડિઝીટલ માર્કેટિંગને લગતા તમામ કામો કરે છે. ગુજરાતથી લઈને અમેરિકા સુધી એમના કસ્ટમરો છે.
આ રીતે થઈ લેખનની શરૂઆત
યશ્વી કવિતાઓ અને પેઈન્ટિંગ ક્ષેત્રમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. જો એમના સાહિત્ય અને લેખનની વાત કરીએ તો 2019માં જ્યારે તેઓ અભ્યાસ કરતાં ત્યારે કચ્છ ગુર્જરી નામની દર મહિને પબ્લિશ થતી મેગેઝિનમાં દર મહિને એક
આર્ટિકલ લખતાં. 2 લાખ વાચકો સુધી યશ્વીની વાત પહોંચતી. ત્યારબાદ લખાણ પ્રત્યે રૂચી વધતી ગઈ અને ધીરે ધીરે અંગ્રેજી કવિતાઓ લખવાનું શરૂ કર્યું.
ઓથર તરીકે પહેલીવાર પ્રસ્થાપિત
અંદાજે આજથી એકાદ વર્ષ પહેલાં અંગ્રેજી કવિતા લખવાની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં તો યશ્વીએ 200થી પણ વધારે અંગ્રેજી કવિતાઓ લખી નાખી છે. ઓથર તરીકેની વાત કરીએ તો Mysteries of the Midnight Garden પુસ્તકમાં યશ્વીએ 12 કવિતાઓ લખી છે. એમેઝોન પર હાલમાં પણ આ પુસ્તક મળે છે અને તમે યશ્વીની લેખની વાંચી શકો છો.
71 કવિતાઓની બૂક
બીજી બૂક વિશે વાત કરીએ તો એક સ્પર્ધા હતી જેમાં 21 દિવસમાં 21 કવિતાઓ લખવાની હતી. તો યશ્વીએ હસતા હસતા આ ટાસ્ક પુરો કર્યો અને પછી આયોજકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો તમે વધારે કવિતાઓ લખી શકો તો
તમારું એક પુસ્તક પણ પ્રકાશિત થઈ શકે.
તો યશ્વીએ એ ચેલેન્જ પણ હાથમાં લીધી અને વધારાની 50 કવિતાઓ લખી. આ રીતે 71 કવિતાઓનો સંગ્રહ બન્યો અને નોર્થ સ્ટાર નામથી બીજી બૂક પબ્લિશ થઈ. જેમાં 71 કવિતાઓ જ નથી. બીજું પણ ઘણું સાથે સાથે છે. એમેઝોન પર આ બૂક પણ ઉપલબ્ધ છે.
નોર્થ સ્ટારની સમજણ
નોર્થ સ્ટાર બૂક વિશે વાત કરીએ તો 71 અંગ્રેજી કવિતા સાથે સાથે 37 ચિત્રો પણ છે. આ બધા જ ચિત્રો યશ્વીએ પોતે દોર્યા છે. આ બૂકમાં 3 ભાગ છે. સમજણ, સ્વીકાર કરવું અને આનંદ.. જેમાં દરેક વિષય પર 22 થી 27 કવિતાનો
સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે. આ બૂકને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.
એશિયન કોયલનું બિરુદ્દ
યશ્વીના સાહિત્ય અને કળા ક્ષેત્રે યોગદાન જોઈને એમને ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ મળ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયાની વાત કરીએ તો દર શુક્રવારે યશ્વી એક કવિતા, એક ચિત્ર અને એમનો વિચાર વિસ્તાર એ યુ-ટ્યુબમાં પોતાના
ચાહકો સામે રજુ કરે છે.
આ યોગદાન જોઈને બેંગ્લોરના VEVYL ફાઉન્ડેશન દ્વારા યશ્વીને રવિન્દ્ર રત્ન એવોર્ડ દ્વારા પણ નવાજવામાં આવી છે. આ સાથે જ એશિયન કોયલનું બિરુદ્દ આપવામાં આવ્યું છે. એટલે હાલમાં યશ્વીને લોકો
પોતાના નામ કરતાં એશિયન કોયલથી વધારે ઓળખે છે!
જર્મની અને યુકેમાં કાર્ય
આ સિવાય વિદેશમાં યશ્વીની ખ્યાતિ વિશે વાત કરીએ તો જર્મન ઓથર ડોમિનિક રોઝન બર્ગ સાથે 2 બૂકમાં કામ કર્યું છે. આ બન્ને બૂકના નામ અનુક્રમે ઈન ધી એન્ડ યુ વીલ બ્લૂમ અવે હેડ, હાર્ટ, હાર્મની છે. આ બૂકમાં જર્મન ઓથરની
કવિતાઓ છે અને એની સાથે યશ્વીના ચિત્રો છે. જર્મની અને યુકેમાં હાલમાં આ બૂક મળે છે. તેમજ બૂકમાં યશ્નીને ક્રેડિટ પણ આપવામાં આવી છે. કોરોના વખતે પણ યશ્નીએ ખુબ ચિત્રો દોર્યા છે. સાથે જ એમના ચિત્રોનું વેચાણ પણ બહોળી
માત્રામાં થયું છે.
પિતાનું ટેલેન્ટ વારસામાં આવ્યું: યશ્વી
યશ્વી પોતાના પિતા સંજય શાહ વિશે કહે છે કે મારા પિતાને બોલિવૂ઼ડના જૂના ગીતો અને સાહિત્ય પ્રત્યે ખુબ લગાવ છે. તેઓ અવાર નવાર હિન્દી ગીતોના અંગ્રેજી ગીતો પણ કરતા રહે છે. એટલે હાલમાં મારામાં સાહિત્ય, ચિત્રકામ અને
આર્ટને લઈને જે પણ ટેલેન્ટ છે એ મારા પિતાજીના લીધે છે એવું હું માનું છું. મને વારસામાં મળ્યું છે એવું પણ ખોટું નહીં ગણાય.