વસંત મહેતા ( વરિષ્ઠ પત્રકાર ): ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં બળિયાદેવના ઠેર ઠેર મંદિરો આવેલા છે. પ્રજાજનો શ્રદ્ધા પૂર્વક તેમની પૂજા અર્ચના કરતા હોય છે. રોગચાળો,મહા મારી અને કુદરતી આપતિઓથી બચવા માટે ભક્તજનો બળીયાદેવને ઠંડા જળનો અભિષેક કરી રિઝવે છે. અને બળીયાદેવ પ્રસન્ન થઈ રક્ષા કરે છે , બળીયાદેવની પૂજા અર્ચના માટે રવિવાર મંગળવાર એકાદશી પૂનમ નું મહત્વ વધુ હોય છે. આ ઉપરાંત ચૈત્ર મહિના માં બળીયાદેવને રિઝવવામાં આવે છે.
અમદાવાદ થી આશરે ૧૦ કિલોમીટર દૂર આવેલા લાંભા ગામે ૧૨૫ વર્ષ જુના એવા બળીયાદેવનું અતિ પ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરની સ્થાપના કેવી રીતે કરવામાં આવી તેમજ બળિયાદેવ સાથે જોડાયેલ કેટલીક હકીકતો ભક્તજનો જાણતા નથી તે જણાવવાનો પ્રયાસ મંદિરના સંચાલનના માધ્યમથી અમે આપને જણાવવાનો પ્રયાસ કરીએ છીએ.
વર્ષો પહેલા દેશમાં ઓરી અછબડા કોલેરા કમળો શીતળા જેવા અનેક જીવલેણ મહામારી ફાટી નીકળી હતી અને લોકોમાં ભય ફેલાયેલો હતો.ડોક્ટરો પણ ઈલાજ કરવામાં નિષ્ફળ નીવડયા હતા, ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં લાંભા ગામના પટેલ આગેવાન અને સ્વાતંત્ર સેનાની મુરબ્બી શ્રી ખોડાભાઈ છગનભાઈ પટેલ અને પુરષોતમ દાસ શંભુદાસ પટેલ ની આગેવાનીમાં સમસ્ત ગ્રામજનો ને સાથે લઈ બળીયાદેવની ભક્તિ કરવામાં આવી અને બળિયાદેવે સપનામાં આવી કહ્યું કે મારા મંદિરની સ્થાપના લાંભા ગામમાં વખળાના વૃક્ષ નીચે કરવી ત્યારબાદ અષાઢ સુદ દશમ ના રવિવારના દિવસે બળીયાદેવના મસ્તકનું પ્રાગટય થયું અને મહામારીનો પ્રકોપ દૂર થવા લાગ્યો. બળીયાદેવનું નાનુ મંદિર બનાવી પૂજા અર્ચના કરવામાં આવી ત્યારથી લઇ આજ સુધી આ લાભા ગામનું બળીયાદેવ મંદિર વટ વૃક્ષ બની ગયું અને ભક્તજનો પોતાની માનતા બાધા આંખડી પૂરી કરવા દર્શન માટે આવે છે.
બળીયાદેવ મંદિરના અગ્રણી એવા પરેશભાઈ ભટ્ટે મંદિરના ઐતિહાસિક પળો ની માહિતી આપતા જણાવ્યું હતું કે લાંભા ગામના બળીયાદેવની ખ્યાતિ ગામે ગામ ફેલાવવા માંડી એટલે ભક્તજનો દ્વારા ચઢાવવામાં આવતા ધનનો સમાજ કલ્યાણ માટે ઉપયોગ કરવા માટે પટેલ સમાજના આગેવાન મુરબ્બી ખોડાભાઈ છગનભાઈ પટેલ અને પુરુષોત્તમદાસ શંભુદાસ પટેલના વાડા પણ હેઠળ ગ્રામજનોના સહકારથી ઇ. સ. ૧૯૪૦માં મૂળ મંદિરની સ્થાપના કરાઈ ત્યારબાદ ઈ. સ. ૧૯૬૦માં લાંભા નવા બળિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું.
પરેશભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર બળીયાદેવ યાત્રિક ધર્મશાળા નું બાંધકામ ઈ. સ. ૧૯૫૨માં કરવામાં આવ્યું, મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર ૧૯૫૫, એએમટીએસ બસની સુવિધા ૧૯૬૦, ટષ્ટ્ર સંચાલિત ગીતા હાઈસ્કૂલની સ્થાપનાઈ. સ ૧૯૬૧માં, લાંભા નવા બળિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટ નું બંધારણ ઈ. સ. ૧૯૬૬, ટ્રસ્ટસંચાલિત હોસ્પિટલની સ્થાપના ઈ સ ૧૯૮૨, ત્યારબાદ ઈ સ ૧૯૮૭માં ગીતા સ્કૂલના નવનિર્માણ બિલ્ડીંગ ની સ્થાપના, બર્બીક હોલનું બાંધકામ ઈ સ ૧૯૮૯, યાત્રિક ધર્મશાળા નું બાંધકામ ઈ. સ. ૨૦૦૧, બળીયાદેવ શિખર બદ્ધ મંદિરનું બાંધકામ ઈ સ ૨૦૦૫, લાંભા ગામનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ ઈ સ ૨૦૦૬,અને ગીતા સ્કૂલના બીજા માળ નું બાંધકામ ઈ. સ. ૨૦૧૩માં બાંધવામાં આવ્યો તેમજ બળીયાદેવ મંદિરે આવતા યાત્રાળુઓ માટે વનભોજ વિશ્રામ ગૃહનું નિર્માણ ઈ. સ. ૨૦૧૪માં કરવામાં આવ્યું. પરેશભાઈના જણાવ્યા અનુસાર આજે પણ દર રવિવાર મંગળવાર ગુરૂવાર અને પૂનમના દિવસે ભક્તજનોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. અહીં આવતા યાત્રાળુનાં જણાવ્યા અનુસાર એ એમ ટી એસ બસની સુવિધા તેમજ એસટી બસોની વધારવી જોઈએ.
બળીયાદેવ – બર્બરીકની મહત્વની વાતો
બળિયાદેવ મહાભારત ના વીર બબ્રરિક નું જ નામ છે. બબ્રરિક નો ઉલ્લેખ ૧૮મહાપુરાણોમાં એક સ્કંદપુરાણમાં કરવામાં આવેલ છે સ્કંદપુરાન માં મહેશ્વરખંડ અંતર્ગત દ્વિતીય ઉપખંડના મારી કા ખંડમાં ખૂબ જ વિસ્તાર પૂર્વક પ્રદર્શિત કરવામાં આવેલ છે. બર્બરીક મહા બળવાન ગદાધર પાંડવ પુત્ર ભીમ ના પૌત્ર હતા એમની માતાનું નામ કામ કન્ટા (મોર્વી ) અને પિતાનું નામ ઘટોત્કચ હતું. એવો મા કામખ્યાના પરમ ભક્ત હતા અને મા કામખ્યા ની તપસ્યાથી તેઓમાં ત્રણ લોક પર વિજય મેળવવાની શક્તિ અરજીત હતી. બર્બરીકે બાળપણમાં શિવજીની તપસ્યા કરી ત્રણ અમોદબાણ પણ પ્રાપ્ત કર્યા હતા. દાદીમાં હીડબાના માર્ગદર્શન અને વચનથી તેઓ હારેલા પક્ષે રહી યુદ્ધ કરતા તેઓ અજય હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની જીત માટે ૩૨ લક્ષણા વીર નું યુદ્ધમાં બલિદાન આપવા બલ્બ્રિકના મસ્તક સુદર્શન ચક્રથી છેદન કરીને કળિયુગમાં ઘેર ઘેર પૂજન તથા અમરત્વ નું વરદાન આપેલ હતું. એમના મસ્તકને ૧૪ દેવીઓએ મૃતથી સિંચન કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ હોવાથી બળીયાદેવ અજર અમર છે.
બળીયાદેવ બર્બરીક, મોરવી નંદન, લખદા તાર, અજરામર, બાણધારી, બાળવીર, શીશદાની, શ્રી કૃષ્ણ શિષ્ય, જેવા નામોથી પણ ઓળખાય છે. બળીયા દેવે બાળપણમાં કુરુ ક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહેલ ધર્મ યુદ્ધમાં પોતાના દાન કરી અજરામરનું વરદાન પ્રાપ્ત કર્યું હતુ સંકન્દ પુરાણમાં જણાવ્યા અનુસાર વડોદરા થી ૮૦ કિલોમીટર દૂર મહીસાગર તીર્થક્ષેત્રમાં આવેલ કાવી કંબોઇ નામના સ્થળે બબ્રીરીકે તપ કર્યું હતું. મહીસાગર તીર્થ ક્ષેત્ર બે ભાગમાં વહેંચાયેલું છે, એક ભાગમાં દેવસેના અધ્યક્ષ કાર્તિકે દ્વારા સ્થાપિત સિદ્ધ સ્થળ સ્તભેંસ્વર શિવલિંગ જે સમુદ્રમાં આવેલ છે, આ શિવલિંગ ની ખાસિયત એ છે કે તે સમુદ્રમાં બે વાર સમાઈ જાય છે. અને બીજો ભાગ તપોભૂમિ જે બરબરીક અને વિજય નામક બ્રાહ્મણના તપનું સ્થળ છે.
બળીયાદેવ સાથી કહેવાય?
મગજ દેશથી આવેલ વિપ્ર રાજ વિજય નવદુર્ગા માં કાત્યાની ની પૂજા આરાધના વીર બર્બરીકની તપોભૂમિ મહીસાગર ખાતે કરી હતી પ્રસન્ન થઈ વિજયને નવદુર્ગા માં કાત્યાંયની એ વિવિધ સિદ્ધિઓ પ્રદાન કરી અને વિજયને સિદ્ધ સેન નામ આપ્યું આ સિદ્ધસેનના તપ તથા યજ્ઞની રક્ષા બબ્રરીકે કરી હતી. અનેક રાક્ષસોનોસંહાર કરી યજ્ઞની રક્ષા કરી હતી. જેથી નવદુર્ગા માં કાત્યાની એ પ્રસન્ન થઈ હવનની ભસ્મ માં પ્રદાન કરી આ ભસ્મ બાણ પર લગાવીને છોડવામાં આવે તો વિશાળ સેનાઓ બળીને ભસ્મી ભૂત થઈ જાય એવું વરદાન માં કાત્યાની ને આપ્યું હતું યુદ્ધમાં બાળ સ્વરૂપ બર્બરીક નું પ્રચંડ બળ જોઈ મા એ તેમને બળીયા દેવ નામથી સંબોધિત કર્યા હતા. ત્યારથી ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં બળીયાદેવ નામથી પૂજીત કરવામાં આવે છે. આથી બાલસ્વરૂપ બબ્રિરિક ને બળીયાદેવ નામ બહુ પ્રિય છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
બબ્રીરીકે શીશદાન કેમ આપ્યું
બબ્રરિક નાં આરાધ્ય દેવી નવદુર્ગા માં કાત્યાની હતા ઘોર તપસ્યા અને અખુંટ શ્રદ્ધા ધરાવતા હોવાથી મા કાતિયાની ને બર્બરીક બહુ પ્રિય હતા. ભગવાન શિવ શંકરમાં ઘોર તપસ્યાના ફળ સ્વરૂપે તેને ત્રણ અમોધ બાણ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ મા શક્તિશાળી ત્રણ બાણ થી ત્રિલોકનો વિજય સંભવ હતો એ જ ડરથી ભગવાન શ્રીકૃષ્ણએ બર્બરીક પાસે શીશદાન માંગ્યું અને ધર્મની રક્ષા તેમજ અધર્મના નાશ માટે બબ્રરીકે વિના સંકોચ પોતાના શિશ નું દાન આપી મહાદાની બની ગયા. આ શિશ દાન આપી બબ્રરીકે ભગવાન શ્રીકૃષ્ણ પાસે કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવો વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરી તેથી ભગવાન શ્રીકૃષ્ણ તથા તેમની ૧૪ યોગીની દેવીઓ દ્વારાઆ શીશ ને અમૃત કળશ થીસિચન કરવામાં આવ્યું અને બળીયાદેવના શીશનેઅમરત્વ પ્રદાન કરવામાં આવ્યું. નવરાત્રી દરમિયાન હારેલા નોસહાર બળીયાદેવ ને પ્રસન્ન કરવા માતાજીની આરાધના કરવામાં આવે છે.