Ahmedabad News: કોઈ પણ ઘાયલ પશુ પક્ષી દેખાય જે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતા હોય તો એવા પશુ પક્ષીઓની સારવાર છેલ્લા 12 વર્ષથી કરતાં એક શખ્સ વિશે આજે વાત કરવી છે. આ શખ્સનું નામ છે સુનિલ વાણિકા.
સુનિલ વાણિકાની વાત કરીએ તો એ એક સામાન્ય પરિવારમાંથી આવે છે જો પોતાનું ગુજરાત ચલાવવા માટે ડેટા એન્ટ્રીનું કામ કરે છે. અત્યાર સુધીમાં 1000થી પણ વધારે પશુ પક્ષીનું જીવ બચાવી ચૂક્યા છે. કોઈપણ એનજીઓ વગર આ સેવા કરી રહેલા સુનિલના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. આ કાર્યમાં પાંચ લોકો જોડાયેલા છે જે દિવસ અને રાત આવા સેવાકીય કાર્યો કરે છે.
સુનિલ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી માનવ સાધનાની અંદર જોડાયો છે અને ત્યાંથી તેમને દવાઓ આપવામાં આવે છે. નોર્મલ કોઈ ઈજા પહોંચી હોય તો તેને મલમ પટ્ટી કરીને સેવા કરે છે. જ્યાં સુધી પશુ પક્ષી સારા ન થઈ જાય ત્યાં સુધી તેમની સેવાઓ કરે છે અને તેમના ઘરે રાખે છે. અત્યારે હાલ ચાર જેવા પશુ પક્ષીઓ તેમના ઘરે છે અને કોઈ મોટી બીમારી હોય તો તે જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટમાં સારવાર કરાવે છે.
સુનિલને પશુ-પક્ષીઓ માટેનો આવો નિ:સ્વાર્થ પ્રેમ સ્કૂલના સમય દરમિયાનથી જ છે. સૌથી પહેલા એક કૂતરાની સારવાર કરાવી હતી જે સ્કૂલ જતી વખતે વચ્ચે રસ્તામાં બીમારીથી પીડાતો હતો તો તેની મદદ કરવાનો વિચાર આવ્યો અને તેને પોતાના સ્વખર્ચે આ સારવાર કરાવી હતી. ત્યારથી જ આજ સુધી આ સેવા કરતો આવ્યો છે.