મિત્તલ મહેતા ( વિરમગામ ) ( સ્પેશલ સ્ટોરી ): દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે “વિશ્વ ગીધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર 999 ગીધો જ બચ્યા છે. જેમાં લૂપ્તતાના આરે પહોંચેલા સફેદપીઠ ગીધની સખ્યાં સમગ્ર ગુજરાતમાં માત્ર 458 નોંધાઇ છે. જેમાં સૌથી વધુ આ ગીધની સખ્યાં સુરેન્દ્રનગર જીલ્લામાં 84ની નોંધાઇ હતી.
આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ પ્રથમ શનિવાર હોઈ એ દિવસે “વિશ્વ ગીધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વાત કરીએ તો સને 1996માં બી.એન.એચ.એસ.ની ટીમેં કરેલા સર્વેમાં ગીધની સખ્યાંમાં 95 %નો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામેં આવી હતી. કારણ કે નિ:શુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયું હોવાની વાતો સંભળાય છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં તો પુરા વિશ્વમાં 95 % કરતા પણ ઓછી થઇ ગઇ છે.
છેલ્લે ગુજરાતમાં કરાયેલી લુપ્ત થતા ગીધની વસ્તી ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર 999 ગીધો જ બચ્યાં છે. જેમાં નામશેષ થવાના આરે પહોંચેલા સફેદ પીઠ ગીધ તો માત્ર 458 જ બચ્યાં હતા. જેમાંથી સૌથી વધુ સુરેન્દ્રનગર જીલ્લામાં આ ગીધની સખ્યાં 84 નોંધાઇ હતી. આથી ‘સફેદ પીઠ ગીધ’નું હબ ‘ઝાલાવાડ’ પથંક બન્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લાના ભારદ, અખિયાણા, પીપળી, માલવણ, ચંદ્રાસર, રાજ ચરાડી અને મેથાણમા 50થી વધુ ગીધ અને માળા જોવા મળ્યા હોવાનું ખુદ વનવિભાગના આરએફઓનુ કહેવું છે.
ગીધની વસ્તીના ઘટાડાના કારણો
લુપ્ત થઇ રહેલા ગીધ પર પીએચડી કરી ચુકેલા અને ગીધ માટે સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા આદિત્ય રોય જણાવે છે કે, સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી, લખતર અને ધ્રાંગધ્રા પથંકમાં આ સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટીંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતુ. વધુમાં ઢોરોને દુખાવાના નિદાન માટે અપાતી ‘ડાયક્લોફિનેક્સ’ દવાના કારણે એ ઢોર મૃત્યુ પામ્યા બાદ એનું માસ ખાધાના માત્ર 72 કલાકમાં જ ગીધ કિડની અને લિવર ફેલ થતા મોતને ભેટે છે. વધુમાં ગીધ વર્ષમાં માત્ર એક જ ઇંડુ મુકી એક જ બચ્ચાને જન્મ આપે છે. અને પાંચ વર્ષ સુધી એ ગીધનું બચ્ચુ પરિપકવ થઇ બીજા બચ્ચાને જન્મ આપી શકતુ ન હોવાથી ગીધની વસ્તીમાં 90થી 95 %નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આપણા પુરાણમા પણ ગીધનો ઉલ્લેખ કરવામાં આવેલો છે : કુલદીપ ચૌહાણ, આરએફઓ ( ઘુડખર અભ્યારણ વિભાગ )
આપણા વેદ પુરાણમા પણ ગીધનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ભારદ, અખિયાણા, પીપળી, માલવણ, ચંદ્રાસર, રાજ ચરાડી અને મેથાણમા 50થી વધુ ગીધ અને માળા જોવા મળ્યા છે. હાલમાં વૃક્ષોની અંદર પણ ગીધના માળા જોવા મળ્યા છે. ત્યારે અમારા તંત્ર દ્વારા આ દુર્લભ ગીધની જાળવણી થાય તેમજ તેની સંખ્યામાં વધારો થાય તે માટે ગ્રામજનોને માર્ગદર્શન આપે છે. હાલમાં રાજ્યમાં ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજી ગીધ જોવા મળે છે.
છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં ગીધનાં આંકડા
* સફેદ પીઠ ગીધ- 458
* ગિરનારી ગીધ- 385
* ખેરો કે સફેદ ગીધ- 132
* પહાડી ગીધ- 24
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
કુલ- 999
લુપ્ત થતા સફેદ પીઠ ગીધના જીલ્લા વાઇઝ આંકડા
* મહેસાણા- 56
* અમદાવાદ- 24
* આણંદ- 70
* વડોદરા- 04
* વલસાડ- 19
* કચ્છ- 64
* અમરેલી- 54
* ભાવનગર- 83
* સુરેન્દ્રનગર- 84
કુલ- 458