Bollywood News: અભિનેત્રી સોનમ કપૂર આહુજા તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સના કારણે બી-ટાઉનમાં ચર્ચામાં રહે છે.
સોનમ કપૂરે વર્ષ 2007માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને છેલ્લા 16 વર્ષમાં તેની સ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો છે.
સોનમ પોતાની સ્ટાઈલ સાથે પ્રયોગ કરતી રહે છે અને આ જ તેને અલગ બનાવે છે.
એરપોર્ટ હોય કે કોઈ પણ ઈવેન્ટ, સોનમ હંમેશા પોતાની અનોખી ફેશનના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે.
હાલમાં જ સોનમે ઈન્સ્ટા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જે દરેકનું દિલ જીતી રહી છે.
તેના લુકની વાત કરીએ તો સોનમ બ્લુ કલરના ઓફ શોલ્ડર ફ્રોકમાં ગ્લેમરસ લાગી રહી છે.