મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એકસ્પોર્ટ કંપનીમાં કામ કરતા નિલેશ દલસાણીને પગાર મળ્યો ન હતો. તેથી તેણે પગાર માટે કંપનીમાં ફોન કર્યો હતો. જેથી તેને કંપનીએ પગાર લેવા માટે બોલાવ્યો હતો.
જ્યાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પટ્ટાથી ઢોર માર મારવામાં આવ્યો હતો.
વિભૂતિ પટેલે તેને લાફો માર્યો હતો અને તુ મારી પાસે રૂપિયા માગવા આવ્યો છે. તું મને ઓળખે છે કહી તેની પાસે માફી મંગાવી હતી ને પોતાનું ચપ્પલ ચટાડાવ્યું હતું. આ ઘટના બાદ રાણીબા ભારે ચર્ચામાં છે.
સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહીને વિભૂતિ પટેલ પોતાને ‘રાણી બા’થી વટ્ટ પાડતી આવી છે. પોસ્ટ પણ એ પ્રકારની કરતી રહે છે.
ત્યારે તાજેતરમાં બનેલી અશોભનિય ઘટનાને લઇને તે ખૂબજ ચર્ચામાં આવી છે. વિભૂતિની સાથે સંબંધ ધરાવનાર રાજકીય નેતાઓ પણ ચર્ચામાં આવી રહ્યાં છે.
કારણ કે અનેક પાર્ટીના નેતાઓનો વીડિયો પણ વિભૂતી પટેલ સાથે છે. બનાવ બાદ સોશિયલ મીડિયામાં વિભૂતિ પટેલની ભાજપના મહિલા નેતા સાથેની તસવીર ઘણી જ ફરતી થી હતી.
આ મહિલા નેતાનું નામ દીપિકા સરડવા છે અને તેઓ મોરબી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ છે.
સોશિયલ મીડિયામાં નજર કરીએ તો તે અનેક આપતિજનક વીડિયો અને ફોટો માટે પ્રખ્યાત જોવા મળી રહ્યા છે. જેમાં તે લેડી ડોન હોય તેવા અંદાજ જોવા મળે છે. તલવાર વડે અનેક કેક કટિંગ કરી રૌફ જમાવવાનો પ્રયાસ કરતી હોય તેવું કન્ટેન્ટ પણ અપલોડ કરેલ છે.
મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરતી હોવાનું બહાર આવ્યું છે.
ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે ફરિયાદ કરી હતી.
હવે આજે કોર્ટમાંથી પણ રાણીબાને ઝાટકો લાગ્યો છે અને એમની જામીન અરજી નામંજુર કરી દીધી છે.