અમેરિકન ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ સતત ભાજપ પર આરોપ લગાવી રહી છે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે પોતાની વાત રાખી છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપને લઈને ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ નથી. સુપ્રીમ કોર્ટે આ અંગે સંજ્ઞાન લીધું છે તેથી મારા માટે આ બાબતે ટિપ્પણી કરવી યોગ્ય નથી.
ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ નથી
અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસે ભાજપ સાથેની મિત્રતા પર સવાલ ઉઠાવ્યા છે. તમારી સરકાર પર અદાણીને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેના પર અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે. એક સાંસદ હોવાના કારણે આવી સ્થિતિમાં બોલવું મારા માટે યોગ્ય નથી. પરંતુ ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ નથી. ડરવાની પણ જરૂર નથી.
રાહુલ ગાંધીએ કર્યા આક્ષેપો
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી 2014માં 609મા નંબરથી આટલા ઓછા સમયમાં બીજા નંબર પર પહોંચી ગયા છે. અસલી જાદુ ત્યારે શરૂ થયો જ્યારે મોદીજી દિલ્હી આવ્યા. દેશ જાણવા માંગે છે કે અદાણીનો વડાપ્રધાન સાથે શું સંબંધ છે?
સંસદમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ પૂછ્યો કે તેઓ ગૌતમ અદાણી સાથે કેટલી વખત વિદેશ પ્રવાસે ગયા, કોન્ટ્રાક્ટ મળ્યા બાદ અદાણીએ કેટલા દેશોની મુલાકાત લીધી અને છેલ્લા 20 વર્ષમાં અદાણીએ ભાજપને કેટલું દાન આપ્યું? એક સમયે પીએમ મોદી અદાણીના વિમાનમાં ઉડાન ભરતા હતા અને હવે અદાણી મોદીના વિમાનમાં ઉડે છે.
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
સોનાનો ભાવ ધડામ કરતો નીચે ખાબક્યો, એક તોલાના ભાવ જાણીને હાશકારો મળશે, સમજો ખરીદવાનો મોકો આવી ગયો
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અબજોપતિ ગૌતમ અદાણીએ તેની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ચેડાં કરવા માટે મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે.