મોબાઈલ ફોન સસ્તા થશે! બજેટ પહેલા સરકારની ભેટ, બેટરી, લેન્સ, કવરની કિંમતમાં થશે ઘટાડો, જાણો ક્યારથી થશે લાગુ?

Desk Editor
By Desk Editor
Share this Article

Tech News: મોદી સરકારે બજેટ 2024 પહેલા સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે આયાતી મોબાઈલ કમ્પોનન્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ભારતમાં બનેલા મોબાઈલ પાર્ટ્સના સોર્સિંગનો ખર્ચ ઓછો થશે, જેનો ફાયદો ગ્રાહકોને થશે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ડિવાઈસ પર ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. ભારતમાં બનેલા મોટાભાગના મોબાઈલના ઘટકો બહારથી આયાત કરવામાં આવે છે. સરકાર આના પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવે છે, જેના કારણે તેની કિંમત વધે છે. હવે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે આગામી સમયમાં મોબાઈલના ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે.

અહીં 10 ટકા ફી લેવામાં આવશે

સરકારે તમામ મોબાઈલ કમ્પોનન્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારીને 10 ટકા કરી દીધી છે. આમાં બેટરી કવર, ફ્રન્ટ કવર, મિડલ કવર, બેક કવર, મેઈન લેન્સ, જીએસએમ એન્ટેના, પીયુ કેસ, સિમ સોકેટ, સ્ક્રૂ, પ્લાસ્ટિક અને મેટલ મિકેનિકલ વસ્તુઓ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ બધાનો ઉપયોગ એસેમ્બલિંગમાં થાય છે.

આ ઘટકોના ભાવમાં પણ ઘટાડો થયો

ખુશખબર.. H-1B વિઝાધારકો યુએસ છોડ્યા વગર જ વિઝારિન્યૂ કરાવી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને ચાર્જ

મસ્કનો નવો પ્રયોગ… જીવતા માણસના મગજમાં ફીટ કરી ચીપ, ફક્ત વિચારીને જ ફોન અને કોમ્પ્યૂટરને કરી શકશે કન્ટ્રોલ

આજે જ સાવધાન થઈ જજો! 75 કરોડ ભારતીય મોબાઈલ યૂઝર્સનો ડેટા જોખમમાં, સાઇબર માફિયાઓએ ડેટા વેચવા મુક્યા હોવાનો

મોબાઈલના કેટલાક અન્ય ઘટકો પરની આયાત ડ્યુટી પણ ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. જેમાં કન્ડક્ટિવ કાપડ, એલસીડી કંડકટીવ ફોમ, એલસીડી ફોમ, બીટી ફોમ, બેટરી હીટ પ્રોટેક્શન કવર, સ્ટીકર બેટરી સ્લોટ, મેઈન લેન્સની પ્રોટેક્ટીવ ફિલ્મ, એલસીડી એફપીસી, ફિલ્મ ફ્રન્ટ ફ્લેશ અને સાઇડ કી પર આયાત ડ્યુટી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.


Share this Article