World News: અમેરિકાથી ભારતીય વ્યવસાયિકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. અમેરિકન સરકારના એક પગલા હેઠળ H-1B વિઝાધારકો અમેરિકા છોડ્યા વગર જ વિઝા રિન્યૂ કરવા માટે અરજી કરી શકશે. આગામી પાંચ સપ્તાહમાં 20 હજાર H-1B વિઝાધારકો અમેરિકામાં રહીને જ પોતાના વિઝા રિન્યૂ કરાવી શકશે.
વિઝા રિન્યૂ કરવાની પરવાનગી આપતાં એક પાયલોટ કાર્યક્રમને અમેરિકાના વ્હાઈટ હાઉસના ઓફિસ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ દ્વારા બાદે એવું થઈ રહ્યું છે કે જ્યારે રિન્યુઅલ પ્રક્રિયાને શરૂ કરવામાં આવી છે.
જો કે વિઝા માટે જણાવવામાં આવ્યું છે કે તેના માટે 20 હજાર ઇમિગ્રન્ટ કર્મચારીઓને જ તેનો ફાયદો મળશે. તેની સાથોસાથ ઘરેલું સ્તર પણ તેઓ પોતાના H-1B વિઝાને રિન્યૂ કરાવી શકશે. ભારતીય નાગરિકો સહિત કેટલીક અરજી આધારિત કામચલાઉ કાર્ય વિઝાના દેશમાં રિન્યૂ કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ કાર્યક્રમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન કરવામાં આવી હતી.
પહેલા વિઝારિન્યૂ કરવા ફરજિયાત સ્વદેશ આવવું પડતું
પાછલા વર્ષે જૂનમાં પીએમ મોદીની રાજકીય યાત્રા દરમિયાન એચ-૧બી વિઝાની કેટલીક શ્રેણીઓમાં ઘરઆંગણે રિન્યુઅલ માટેના એક પાયલોટ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વ્યવસાયિકો માટે એચ-૧બી અને એલ-૧ વિઝા જેવી લોકપ્રિય શ્રેણી છે, પણ અમેરિકામાં તેને રિન્યૂ કરી શકાતી ના હોવાના કારણે પડકારો ઊભા થયાં હતાં.
ભારતથી વિઝા લઇને યુએસ પહોંચેલા લોકો બાકાત રહેશે
અહેવાલો અનુસાર જે ૨૦ હજાર વ્યવસાયિકોના એચ-૧બી વિઝા રિન્યૂ કરી આપવામાં આવશે તેમાં હાલમાં કેનેડા અને ભારતમાંથી એચ-૧બી વિઝા લઇને અમેરિકા પહોંચેલા કર્મચારીઓને બાકાત રાખવામાં આવશે.
અમેરિકાના વિદેશ વિભાગની એક પ્રેસ રિલીઝમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને સરકારે તેની પુષ્ટિ પણ કરી છે. તેમાં એમ પણ જણાવાયું છે કે એજન્સીની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિઝા એપ્લિકેશન મારફત અરજી કરવાની રહેશે.