Tech News: એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણકારી આપી છે કે તેની સ્ટાર્ટઅપ કંપની ન્યુરાલિંકે પ્રથમવાર કોઈ માનવીના મગજમાં ચિપ ફિટ કરી છે. આ એક એવું ડિવાઇસ છે કે જેનો ઉપયોગ કરીને આપણે ફક્ત વિચારવા માત્રથી જ ફોન અને કોમ્પ્યૂટરને કન્ટ્રોલ કરી શકીશું. મસ્ક અનુસાર શરૂઆતના પરિણામો સારા જણાયા છે અને તે વ્યક્તિ પણ સ્વસ્થ છે.
ન્યુરાલિંક એક ન્યુરોટેક્નોલોજી કંપની છે. એલન મસ્કે ૨૦૧૬માં કેટલાક લોકો સાથે મળીને તેની શરૂઆત કરી હતી. મસ્કે લેટેસ્ટ પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યુરાલિંકની પ્રથમ પ્રોડક્ટને ટેલિપથી નામ આપવામાં આવ્યું છે. આવો તો જાણીએ કે આ ટેલિપથી કેવી રીતે કામ કરે છે અને જો ટેસ્ટ સફળ રહે તો આ પ્રોડક્ટ વિશ્વને કેવી રીતે બદલી નાખશે.
આ ચિપ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?
ન્યુરાલિંકનું આ ડિવાઇસ એક બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ છે. સરળ શબ્દોમાં કહીએ તો તે એક પ્રકારની બ્રેન ચિપ છે જે વ્યક્તિના મગજ અને મોબાઇલને જોડવાનું કામ કરે છે. આ ચિપમાં સેંકડો ઇ લેક્ટ્રોડ વાયર્સ હોય છે જેને માઇ ક્રોન-સ્કેલ થ્રેડ્ઝ કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોડ મગજના ન્યુરોન સિગ્નલને પ્રોસેસ કરે છે તે પછી આ ડેટા ન્યુરોલિંક એપમાં જાય છે.
ત્યાં આ ડેટાને સોફટવેર ડિકોડ કરે છે અને તેના આધાર પર એક્શન લે છે. એટલે કે જ્યારે વ્યક્તિ મગજમાં કોઈને ફોન કરવાનો વિચાર કરશે તો ઇ લેક્ટ્રોડ આ સિગ્નલને પ્રોસેસ કરીને ફોનને મોકલશે તે પછી ન્યુરોલિંકનું સોફટવેર સિગ્નલને સમજીને કોલ કરી દેશે. તેમાં બેટરી છે જેને બહારના કોમ્પેક્ટ ચાર્જર મારફત ચાર્જ કરાશે.
મસ્ક ચિપથી શું જાણવા માગે છે?
કંપનીનું મિશન પેરેલાઇઝ્ડ લોકોને તેમના પગ પર ઊભા કરવાની છે. ન્યુરોલિંગ પોતાના ડિવાઇસથી મોટર ફંક્શન, બોલવા જેવી ક્ષમતાઓને પુન:સ્થાપિત કરવા માંગે છે. મસ્કને અત્યાર સુધી એવી ટેક્નોલોજીને વિકસિત કરવા માટે ઓળખવામાં આવે છે કે જે પ્રયોગશાળા સુધી સીમિત રહી છે.