ગુજરાત બજેટ 2024: નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું બજેટ કર્યું રજૂ, ખેડૂતો સહિત મહિલાઓ માટે કરોડોની જાહેરાત

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Budget 2024-25: આજે ગાંધીનગર વિધાનસભા ખાતે નાણામંત્રી કનુભાઇ દેસાઈએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ કરાઈ છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરાઈ છે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ કરાઈ છે. શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ કરાઈ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2711 કરોડની જોગવાઈ કરાઈ છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ કરાઈ છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ કરાઈ છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ કરાઈ છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઈ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ કરાઈ છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ કરાઈ છે. સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ કરાઈ છે.

જળ સંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ કરાઈ છે. પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઈ કરાઈ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ કરાઈ છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરાઈ છે. માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ કરાઈ છે.

AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે બનશે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ, દાણાપીઠ ઓફિસના બિલ્ડિંગમાં પાર્કિંગ માટે સ્ટેન્ડિંગની મંજૂરી

ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂપીને બેફામ વાહન ચલાવવાના 13 હજાર કેસ નોંધાયા

રાજ્યના RTOમાં સર્વર ડાઉન થતાં 50 હજાર અરજદારને લાઈસન્સ માટે ધક્કો, ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકાને કલાકો રાહ જોવી પડી

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડની જોગવાઈ કરાઈ છે. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ કરાઈ છે. ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ કરાઈ છે. કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ કરાઈ છે. મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ કરાઈ છે.


Share this Article