છત્તીસગઢના બલોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સાત અન્ય ઘાયલ થયા હતા, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. આજે સવારે ડોંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાનુપ્રતાપપુર-દલીરાજારા રોડ પર ચૌરાપાવડ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
જાણકારી અનુસાર સામેથી આવી રહેલી એસયૂવી કારને એક ટ્રકે ટક્કર મારી હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને રાજનાંદગાંવ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) અશોક જોશીએ જણાવ્યું હતું કે આરોપી ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો અને તેની શોધખોળ ચાલુ છે.
ગુજરાતમાં ઠંડી આ તારીખથી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ થીજવતી ઠંડીની ચેતવણી
આજે ફરી સસ્તું થયું સોનું, જાણો હવે તમારા શહેરમાં 24 કેરેટ અને 22 કેરેટના સોનાના ભાવ શું છે?
સબસિડી પર ખેડૂતોને મળશે કૃષિ ઉપકરણો, 20 ડિસેમ્બર પહેલા કરો અરજી, આ છે વેબસાઈટ
ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
ટ્રકે કારને એટલી જોરદાર ટક્કર મારી હતી કે એસયુવી કાર ઉડી ગઇ હતી, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, કારમાં સવાર લોકો દૌંડીના કુંભાકરમાં એક સંબંધીના ઘરે છઠી કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પોતાના ગામ ગુરેડા પરત ફરી રહ્યા હતા ત્યારે ભાનુપ્રતાપપુર-દલ્લી રાજહરા મુખ્ય માર્ગ દૌંડી પોલીસ સ્ટેશન વિસ્તારના આંતરછેદ પાસે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી અને છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.