Gujarat News: સમગ્ર ભારત અને ગુજરાતમાં હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં અનેકગણો વધારો નોંધાયો છે. ત્યારે એમાં પણ રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63 કિસ્સા કરતાં પણ પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.
હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે. માત્ર રાજકોટની જ વાત કરીએ તો ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા જોવા મળ્યા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા.
ફાઉન્ડિંગ ડાયરેક્ટ ઓફ સિમ્સ હોસ્ટિપલ ડોક્ટર ધીરેનભાઈ શાંતિલાલ શાહ એટલે કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતના પ્રખ્યાત ડો. ધીરેન સાહેબ. આ નામ હવે કોઈ માટે અજાણ્યું નથી. જેમણે અત્યાર સુધીમાં 15,000 કરતા પણ વધારે હાર્ટના ઓપરેશન કર્યા છે અને 45 જેટલા સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. ગુજરાતમાં સૌથી પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ ડોક્ટર ધીરેન સાહેબે જ કર્યું હતું. ત્યારે હવે લોક પત્રિકા દૈનિક સાથેની ખાસ વાતચીતમાં ધીરેન શાહે ખાસ કરીને યુવાનોમાં આવતા હાર્ટ એટેકના કારણો જણાવ્યા છે.
ભારતમાં અને ખાસ ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધવાના કારણે વિશે ડોક્ટર ધીરેન શાહ એવું જણાવે છે કે એક તો પહેલાથી જ આપણી તાસીર એવી છે એમાં પણ હવે ભારતીયોની લાઈફસ્ટાઈલ વેસ્ટર્ન થવા લાગી છે. ભારતમા લોકોએ પોતાની જીવનશૈલી સંપૂર્ણપણ બદલી નાખી છે જેના કારણે આવા કેસ વધારે સામે આવે છે. શરીરમાં પહેલાથી જ બંદુક અને ગોળી ભરેલી જ છે.
એમાં આ બદલાતી જીવનશૈલીએ ટ્રિગરનું કામ કર્યું અને બંદુક ફૂટવાના કિસ્સા વધી રહ્યા છે. ડોક્ટર ધીરેન શાહ જણાવે છે કે દેશ ડેવલોપ થતો જાય છે એમ એમ બિમારીઓ વધતી જાય છે. પહેલા ટીબી, તાવ, મલેરિયા આ બધા રોગ હતા હવે જીવનશેલી બદલતા હાર્ટ એટેકના કિસ્સા એવા જ સામાન્ય બની ગયા છે. પહેલા જ આગાહી હતી એટલે હજુ પણ કિસ્સા વધશે એમાં કોઈ શંકા નથી. પરંતુ જો જીવનશૈલી બદલાશે અને સરકાર કંઈક પગલા લે તો નિવારી શકાય એમ છે.
હાલમાં કારણો વિશે ચર્ચા કરીએ તો આપણી જીવનશૈલીમાં ખાવા પીવાનું બગડ્યું છે. જંક ફૂડનો ફેલાવો અને શોખ બિમારીનું ઘર બનાવી રહ્યું છે. લોકોમા હાલમાં શારીરિક નબળાઈ જોવા મળે છે. કોઈને કામ સિવાય એક ડગલું પણ નથી ચાલવું. ઓનલાઈન જમાનો આવી ગયો એટલે લોકો શારીરિક કસરત સાવ ભૂલી જ ગયા છે. આળસુના પીર થઈ ગયા છે જેના કારણે શારિરીક નબળાઈ આવી ગઈ અને એ પણ હાર્ટ એટેકમાં ફાળો ભજવે છે.
ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!
તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?
લોકો હવે બહાર મેદાનમાં રમવા જવાનું ભૂલ્યા છે. ટેક્નોલોજીએ માણસને પાંગળો કરી દીધો. ડાયાબિટીસમાં પણ ભારત પહેલા નંબર છે અને એક વાત સીધી છે કે ડાયાબિટીસવાળાને હદયની બિમારી આવે આવે અને આવે જ. આ સિવાય વાત કરીએ તો લોકોને સ્ટ્રેસ લેવલ ઘણા પ્રકારે ઈફેક્ટ કરે છે. કોઈને પ્રોફેશનલ સ્ટ્રેસ હોય તો કોઈને પર્સનલ સ્ટ્રેસ હોય. કોઈને પરિવારનું તો કોઈને દેખાદેખીનું સ્ટ્રેસ આવી જાય છે. કોઈને વધારે પડતી આશાનું તો કોઈને વધારે પડતા વિશ્વાનું અને કોઈને વધારે પડતા કામનું સ્ટ્રેસ છે. આવા અનેક પ્રકારના સ્ટ્રેસથી માણસ ઘેરાયેલો રહે છે અને જેના કારણે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.