Ahmedabad News : અમદાવાદના રેર ઓફ ધી રેર કહી શકાય તેવા છુટ્ટાછેડાની વાત કરવામાં આવે તો 75 વર્ષના લાલદાસ હરિયાણી (નામ બદલવામાં આવ્યું છે) હાલમાં અમદાવાદમાં આવેલ ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહે છે. લાલદાસ હરિયાણી ટીબી, અસ્થમા, કેન્સર, બ્લડ પ્રેશર અને આર્થરાઇટીસ સહિતના રોગ ભોગવે છે. જે મૂળ જસદણના વતની અને વર્ષ 1969માં તેઓ જસદણથી અમદાવાદ આવ્યા હતા, અને એ સમયે તેમને GIDC માં ચોથા વર્ગના કર્મચારીની નોકરી મળી હતી.
વર્ષ 1978માં લાલદાસ હરિયાણીના પ્રથમ લગ્ન થયા હતા. લગ્ન બાદ ઘરેલુ ઝધડાઓ થતા હતા અને તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. વચ્ચે તેમણે 20 વર્ષ દુરદર્શનના આકાશવાણી કાર્યક્રમમાં ગાયન પણ કર્યું હતુ. આ દરમિયાન વર્ષ 1980 માં લાલદાસ હરિયાણીનો પરિચય પૂજા (નામ બદલ્યું છે) સાથે થયો હતો, ત્યારબાદ લાલદાસ હરિયાણીએ પોતાની જ ઓફિસમાં પૂજાને નોકરી પર રાખ્યા હતા.
આ દરમિયાન લાલદાસ હરિયાણીએ હરિદાસના ઘર કંકાસનો ખ્યાલ આવતા પૂજાએ લાલદાસ હરિયાણીનું બ્રેઇનવોસ કર્યુ અને અધિકારીઓ સાથે સંબંધ સારા થઇ ગયા હોવાથી લાલદાસ હરિયાણીને (laldas hariyani) નોકરીમાંથી છુટ્ટા કરી દેવાની ધમકીઓ આપી અને અંતે લાલદાસ હરિયાણીએ પહેલી પત્ની સાથે વર્ષ 1986માં છુટ્ટાછેડા લિધા હતા અને પૂજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની કહેતી કે તમારા નામે ફ્લેટ કે મિલકત લઇશું તો પ્રથમ પત્નીથી જે દિકરો પારસ હતો તે ભાગ માગશે જેને લીધે તેમણે ઇન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્ની નામે ખરીદ્યો હતો.
પૂજા સાથે લગ્ન થયા બાદ લાલદાસ હરિયાણીની બદલી મહેસાણા થઇ હતી, જેથી તેઓ અપડાઉન કરતા એ દરમિયાન પણ તેમને અડોસ પડોસના લોકો કહેતા કે તમે મહેસાણા જાવ છો, ત્યારે ઘણા બધા પુરૂષો અહીં ઘરે આવે છે પણ તેઓએ કોઈની દરકાર લિધી ન હતી. સમય જતા વર્ષ 2013માં હરિદાસ નિવૃત્ત થતા પત્ની પૂજાનો ત્રાસ શરૂ થયો અને નોકરની જેમ લાલદાસ પાસે ઘરના કામ કરાવતી હતી. વર્ષ 2021માં પૂજાએ બપોરે 3 વાગ્યે તૈયાર થઇને ઘરની બહાર જતા અને મોડી રાત્રે પરત આવતા હતા. જેથી એક દિવસ લાલદાસે પુછ્યુ કે આટલા તૈયાર થઇને ક્યા જાવ છો, તો પૂજાએ કહ્યું હતુ કે મારે 50 લોકો સાથે સંબંધ છે. જેને સાંભળતા જ લાલદાસના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.
આ હરકતથી લાલદાસ હરિયાણીએ પૂજાની ગેરહાજરીમાં તેમના સોશિયલ મીડિયા ( Social media) એકાઉન્ટ્સ ચેક કરતા અનેક પુરૂષો સાથે સંબંધો હોવાનું જાણવા મળ્યું હતુ. જેમાં અનેક અશ્લિલ ચેટો પણ જોવા મળી હતી. બાદમાં લાલદાસ હરિયાણીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં યોગીન ઉપાધ્યાય, હેમંત શાહ, ધવલ સોની, આર સચીન, ખુરશેદ ભરુચા, સુરેશ નિર્મલ, અગત્સ્ય ભટ્ટ, સુકૃત મહેતા, સંજય ગજ્જર (વડગામા). આ 9 લોકોમાંથી યોગીન ઉપાધ્યાય પૂજાથી 30 વર્ષ નાનો છે, અને તેની સાથે પુજાબેન કરેલી ચેટ અને રોકડની આપ લે કરેલ છે. અન્ય વ્યક્તિઓ સાથે પણ બીભત્સ ચેટ કરેલી હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં 75 વર્ષના વૃદ્ધ લાલદાસ હરિયાણી આ તમામ બાબતોથી અંત્યંત દુઃખી હતા, એવામાં 20-7-2023 ના રોજ અડધી રાત્રે તેની પત્ની પૂજાએ ઘરની બહાર કાઢી મૂકતા લાલદાસ હરિયાણીએ વકીલની મદદથી અમદાવાદની ફેમિલી કોર્ટમાં પત્નીની ક્રૂરતા અને વ્યભિચારથી ત્રસ્ત થઇને છૂટાછેડા માટે અરજી કરી છે. વૃદ્ધે ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે તેની બીજી પત્ની અને તેના 10થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ તેમની પાસેથી લઇ લીધો છે, અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે.
તેની બીજી પત્ની હાલ 68 વર્ષની છે તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્ની રોજ બપોરે તૈયાર થઇને ઘરની બહાર જતી રહે છે, અને રાત્રે 11.30 – 12 વાગે ઘરે આવે છે. ઘરનાં તમામ કામ પતિ પાસે કરાવે છે. 75 વર્ષીય લાલદાસ હરિયાણીએ કોર્ટ સમક્ષ અનૈતિક સંબંધોના પુરાવા પણ રજૂ કર્યા છે.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
વૃદ્ધ નિવૃત્ત થતાં તેમની 50 લાખની બચત અને સોના-ચાંદીના દાગીના પચાવી પાડનાર વૃદ્ધાએ થોડા દિવસ પહેલાં પતિને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગવા અરજી કરી. લાલદાસ હરિયાણીએ કહ્યું હતુ કે તેઓ પોતાનો ફ્લેટ વહેચી તેની રકમ આવશે તો આર્મીને ડોનેટ કરી દેશે અથવા તો ક્યાય દાન કરી દેશે પણ તેમની પત્ની સાથે ફરતા લુખ્ખાઓના હાથમાં નહીં આવવા દે!