ગુજરાતીઓ થોડી શરમ કરો: ખાલી એક જ વર્ષમાં 92.21 કરોડના મેમો ફાટ્યા, અમદાવાદીઓએ નિયમો તોડવામાં કંઈ બાકી જ ના રાખ્યું

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

ગુજરાતીઓ પણ ખરેખર હદ કરે છે. ટ્રાફિકના નિયમો તોડવાના જે આંકડા સામે આવ્યા એ ખરેખર ચોંકાવનારા છે. એક આરટીઆઈ રિપોર્ટમાં સામે આવ્યું છેકે, સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 33 જિલ્લાની 36 જેટલી RTO અને ARTO કચેરી ધ્વારા રૂપિયા 92.21 કરોડનો ઇ-ચલણ મેમાં રાજ્યની જનતાને ફટકારવામાં આવ્યા છે.

વિગતે વાત કરવામાં આવે તો RTI- માહિતી અધિનિયમ 2005 હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા માહિતી આપવામાં આવી છે કે રાજ્યમાં સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમો ફાટ્યાછે. રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં એક માહિતી અધિનિયમ 2005 હેઠળ એક RTI અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી માંગવામાં આવી હતી કે રાજ્યમાં વર્ષ 2019થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કેટલા રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા. જેમાં આ મોટો ખુલાસો થયો છે.

આ સાથે જ માહિતીમાં આપેવામાં આવેલની વાત કરીએ તો સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના દરમિયાન સૌથી વધુ દંડ અમદાવાદ શહેર જિલ્લામાં રૂ. 11,62,62,219 કરવામાં આવ્યો છે, ત્યારબાદ સુરત શહેરમાં રૂ. 6,57,34,279 અને બનાસકાંઠા જિલ્લામાં રૂ. 5,27,74,833 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સૌથી ઓછો ઇ મેમો રાજ્યના આહવા-ડાંગ ARTOમાં ખાલી રૂ. 21,34,096નો જ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઇશ્યૂ કરવામાં આવેલ ઇ મેમો -દંડ રૂ. 92.21 કરોડનો છે જ્યારે માત્ર અમદાવાદના બે RTO – અમદાવાદ અને અમદાવાદ પૂર્વ તથા બાવળા ARTO કચેરી ધ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ દંડ રૂ. 11. 62 કરોડ છે. રાજ્યમાં માર્ચ 2022માં સૌથી વધુ ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 11,19,77495 ના હતા અને નવેમ્બર 2021માં સૌથી ઓછા ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 5,76,24,818 રૂપિયાના હતા.

રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર અટકાવવામાં આવે છે. જો આપણે નિયમોનું પાલન કરીએ છીએ અને ખોટા નથી તો આપણે ડરવાની જરૂર નથી. પરંતુ કમનસીબે ભારતમાં પોલીસની ગેરવર્તણૂકના ઘણા કેસો આપણે સાંભળતા રહીએ છીએ. આવા સમયે ડ્રાઇવર તરીકે આપણા માટે આપણા અધિકારો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમને વાહનની ચાવી લઈ લેવા અંગેના મહત્વના નિયમો વિશે જણાવી રહ્યા છીએ.

*આ દસ્તાવેજો હમેશા તમારી પાસે રાખો:

– નોંધણી પ્રમાણપત્ર (RC)

– પ્રદૂષણ નિયંત્રણ હેઠળ (PUC)

– વીમા દસ્તાવેજ

– ગાડી ચલાવવાની પરવાનગી

*આ નિયમો અંગે જાણકારી રાખવી છે જરૂરી:

  1. પોલીસ અધિકારી હંમેશા તેના યુનિફોર્મમાં હોવો જોઈએ અને જો તે યુનિફોર્મમાં ન હોય તો તમે તેની પાસે ઓળખ કાર્ડ માંગી શકો છો. જો તે ઓળખપત્ર બતાવતો નથી તો તમે તમારા દસ્તાવેજો બતાવવાનો ઇનકાર પણ કરી શકો છો.
  2. જો તમને દંડ કરવામાં આવે છે તો તે સત્તાવાર રસીદ પુસ્તક અથવા ઇ-ચલણ મશીનમાંથી આવવો જોઈએ. જો આવી કોઈ રસીદ નથી તો તમે ખાલી લાંચ આપી રહ્યા છો.
  3. જો ટ્રાફિક પોલીસ તમારા કોઈપણ દસ્તાવેજો જપ્ત કરવાનું નક્કી કરે તો તેની રસીદ પણ માગો.
  4. તમારી પરવાનગી વિના પોલીસ અધિકારી તમારી કારની ચાવી લઈ શકતા નથી.
  5. જો તમે વાહનની અંદર બેઠા હોવ તો પોલીસ તમારું વાહન ખેંચી શકશે નહીં.

Share this Article
Leave a comment