Surat News: સુરતમાં સોલંકી પરિવારના સામૂહિક આપઘાતનું કારણ હજી અકબંધ છે. આપઘાતને લઈ રહસ્ય ઘેરાઇ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસની તપાસ મોબાઈલ પર કેન્દ્રિત થઇ છે. સામૂહિક આપઘાત કેસમાં અનેક ચર્ચાઓ વચ્ચે પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે એક નવો જ વળાંક સામે આવી રહ્યો છે અને પોલીસ ખુદ ગુનો નોંધવામાં મથી રહી છે.
હાલમાં સામે આવી રહેલ અપડેટ પ્રમાણે વાત કરીએ તો મૃતક મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાશે. PM રિપોર્ટમાં હત્યા કર્યાનો ખુલાસો થયો છે. માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા કર્યાનો ખતરનાક ખુલાસો થતાં જ આખા રાજ્યના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જ્યારે સામૂહિક આપઘાત કેસમાં કારણ હજી અંકબંધ છે. સામૂહિક આપઘાતનું કારણ શોધવા પોલીસ મથામણ કરી રહી છે.
અડાજણ સામૂહિક આપઘાત કેસમાં પત્ની, પિતા, બે બાળકોને ઉધઈ મારવાની ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો પીએમ રિપોર્ટમાં ઉલ્લેખ છે. જ્યારે ઘટનામાં ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો, ગ્રાહકો, જુદી જુદી બેંકના લોન એજન્ટને બોલાવી ફરી નિવેદન લેવાયા છે. ફર્નિચરના ધંધામાં ઉધારી, કારીગરોને આપવાની બાકી રકમ, બેંકની લોનની રકમના હપ્તાની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.
દિવાળીની સફાઈમાં 2000ની નોટ મળે તો જરાય ચિંતા ન કરતા, લાઈનમાં પણ નહીં ઉભવું પડે, આ રીતે બદલી જશે
ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો, ઠંડી પણ નહીં વધે અને માવઠું પણ નહીં પડે… જાણો હવામાન વિભાગની નવી આગાહી
તો વળી એ વાત પણ છે કે મૃતક મનીષ સોલંકી અને પત્ની રેશમાનો ફોન FSLમાં ચકાસણી અર્થે મોકલાયા છે. મનીષ સોલંકીનો તાંત્રિક સાથેનો શંકાસ્પદ વીડિયો વાયરલ થયો હતો, જ્યારે પોલીસ દ્વારા નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરાઇ રહી છે. મળતી માહિતી અનુસાર, સોલંકી પરિવારને માનતા બાદ પુત્ર પ્રાપ્તિ થઈ હતી.