Gujarat News: ગુજરાતમાં ફરી એકવાર રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર રોડ અકસ્માતની દુર્ઘટના ઘટી છે. રસ્તા પર જ પાર્ક કરેલી એક બસને બીજી બસે ટક્કર મારી મોટી દુર્ઘટના સર્જી દીધી છે અને 4 લોકોના મોત પણ થયા છે. હાલમાં રોડ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે.
ગોધરા-દાહોદ હાઇવે ઉપરથી સવારમાં જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાં એક અકસ્માત થયો છે અને એક બસએ અન્ય બસને ટક્કર મારી છે જેમાં 4 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. જેમાં ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં સવારે 4 લોકોના કમકમાટી ભર્યા મોતના સમાચાર લોકોને દુખ આપી રહ્યા છે.
વિગતો મળી રહી છે કે અમદાવાદથી ઇન્દોર બસ જતી હતી. બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા રોકી દેવાઈ હતી અને હાઇવે ઉપર જ પાર્ક કરી બસને ઠીક કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
તે સમય અચાનક અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી અને જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.