Dahod News : યુવાનોમાં હાર્ટએટેકના (heart attact ) કિસ્સા સતત વધી રહ્યા છે. દાહોદમાં (dahod) નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. બોમ્બે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક (Bhaskar L Gojak) દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને તેમના વતન બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં પણ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તાજેતરમાં જ જામનગરમાં એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતાં જ ઢળી પડ્યો હતો, અને સુરતમાં એક વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતી, ત્યારે વધુ એક બનાવ હિંમતનગરમાં પણ જોવા મળ્યો છે. પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાજ્યમાં હાર્ટ એટેકના લીધે પાંચ દિવસમાં ત્રીજા યુવાનનું મોત થયું છે.
Dhrol: ધ્રોલ નગરપાલિકાની નાક નીચે ગેકાયદેસર બાંધકામ થતા ફટકારાઈ નોટિસ!
BREAKING: તમિલનાડુના કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખાડામાં પડી, 8ના મોત, 35 ઘાયલ
ભારતે લદ્દાખમાં સૈનિકો માટે બનાવ્યો ‘અદૃશ્ય રોડ’, સૈન્ય સહાય સરળતાથી દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી જશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર અને મહેમાનો સાથે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બેઠક રૂમમાં વાતો કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિનને એસીડીટી જેવું થયું હતું. જેથી તે ગોળી લઈ આઈસ્ક્રીમ ખાઈને તેના રૂમમાં ગયો હતો. રૂમમાંથી અચાનક બહાર આવીને સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો હતો. કેવિનના પરિવારજનો દોડતા કેવિન પાસે પહોંચ્યા હતાં અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેનડાથી અભ્યાસ કરીને કેવિન હિંમતનગર આવ્યો હતો અને તેના માતા પિતાનું એકનો એક દીકરો હતો. તેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.