હાલમાં ચારેકોર લોકો પાન અને આધાર કાર્ડ લિંક કરવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. ત્યારે હવે સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકારે આધાર અને PAN લિંક કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. અગાઉ, 31 માર્ચ સુધી આધાર-PAN લિંક કરવું ફરજિયાત હતું. આવી સ્થિતિમાં, જેમણે હજુ સુધી આધાર અને PAN લિંક નથી કરાવ્યું, તેમને હવે થોડા દિવસોનો સમય મળ્યો છે. સરકારે આજે (મંગળવારે) આધાર-PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન, 2023 કરી છે.
SMS દ્વારા પાન આધાર લિંક કરી શકો
સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો.
આ કાર્યો કરવામાં મુશ્કેલી આવશે
1. PAN અને આધાર લિંકની ગેરહાજરીમાં, તમારે ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
2. તમે PAN વગર એક સમયે બેંકમાંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડી શકશો નહીં.
3. જો તમે નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છો છો, તો તે શક્ય નહીં બને.
4. બેંક ખાતું ખોલાવવામાં પણ સમસ્યાઓ આવશે.
5. PAN DDS અથવા TCS ના કપાતના કિસ્સામાં તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે
પહેલી એપ્રિલથી ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, એકસાથે જીવન જરૂરી 900 દવાઓના ભાવમાં થશે તોતિંગ ભાવવધારો
આ સ્ટૉકમાં થયો પૈસાનો વરસાદ, 1 લાખના થઈ ગયા 3 કરોડથી વધુ, તમે ક્યાંય ડૂબ્યા હોય તો આમા રોકાણ કરો
સારા સમાચાર: લગાતાર બીજા દિવસે સોના-ચાંદીનો ભાવ ગગડ્યો, જાણો ગુજરાતમાં કેટલા હજારમા આવશે એક તોલું
આ રીતે તમે ઑનલાઇન લિંક કરી શકો છો
PAN અને આધાર લિંક સાથે લિંક કરવા માટે, સૌ પ્રથમ આવકવેરાની વેબસાઇટ પર જવું પડશે. આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો. જો આધાર કાર્ડમાં જન્મનું વર્ષ જ આપવામાં આવ્યું હોય તો ચોરસ પર ટિક કરો. હવે કેપ્ચા કોડ દાખલ કરો, હવે લિંક આધાર બટન પર ક્લિક કરો. તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે.